Not Set/ ચીનમાં ૫૪ વર્ષીય શખ્સ દ્વારા ભીડ પર પોતાની ગાડી ચડાવ્યા બાદ ચપ્પુથી હુમલો કરતા ૧૧ લોકોના મૃત્યુ

બુધવારે સાંજે ચીનમાં હેનગ્યાંગ શહેરમાં એક અજાણ્યો વ્યક્તિ પોતાની એસયુવી ગાડીને ભીડમાં ઘુસાડી દીધી હતી. ત્યારબાદ ગાડીમાંથી બહાર આવીને ચપ્પુથી હુમલા કરવા લાગ્યો હતો. આ હુમલામાં ૧૧ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા જયારે ૪૪ થી પણ વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. નદીના કિનારે જમા લોકો પર તેણે અચાનક હુમલો કર્યો હતો. ૫૪ વર્ષીય […]

World

બુધવારે સાંજે ચીનમાં હેનગ્યાંગ શહેરમાં એક અજાણ્યો વ્યક્તિ પોતાની એસયુવી ગાડીને ભીડમાં ઘુસાડી દીધી હતી. ત્યારબાદ ગાડીમાંથી બહાર આવીને ચપ્પુથી હુમલા કરવા લાગ્યો હતો. આ હુમલામાં ૧૧ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા જયારે ૪૪ થી પણ વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

નદીના કિનારે જમા લોકો પર તેણે અચાનક હુમલો કર્યો હતો. ૫૪ વર્ષીય વ્યક્તિએ પહેલા ઉપસ્થિત લોકો પર ગાડી ચઢાવી દીધી અને ત્યારબાદ ચાકુથી હુમલો કરવા લાગ્યો.

ગવર્મેન્ટે આ વ્યક્તિની ઓળખાણ કાઢી હતી.  યાંગ અટક ધરાવતા આ ૫૪ વર્ષીય વ્યક્તિ પર ભૂતકાળમાં પણ ઘણા કેસ જેમ કે ચોરી, ડ્રગ્સ વેંચવા અને લોકો પર હુમલો કરવો જેવા નોંધાયેલા છે.

યાંગની હાલ પોલીસે ધરપકડ કરી દીધી છે. યાંગ આની પહેલાપણ ઘણીવાર જેલ જઈ ચુક્યો છે.

આ ઘટના આતંકવાદથી સંબંધિત હતી તેવો કોઈ સંકેત મળ્યો  નથી.