International News: દક્ષિણ રશિયામાં મંગળવારે એક લશ્કરી પરિવહન વિમાન ક્રેશ (Russia Military Plane Crash) થતાં તેમાં સવાર તમામ 17 લોકોનાં મોત થયા છે. An-12 પ્રકારનું આ વિમાન સ્થાનિક એરપોર્ટથી થોડા અંતરે યાગુનોવો ગામ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી માટે વિવિધ ટીમો તૈનાત કરવામાં આવી છે.
Russia Military Plane Crash: રાત્રે 9:30 વાગ્યે થયો અકસ્માત
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના દક્ષિણપશ્ચિમ સાઇબિરીયાના કેમેરોવો ઓબ્લાસ્ટમાં બની હતી. કુઝબાસના ગવર્નર ઇલ્યા સેરેડ્યુકે જણાવ્યું હતું કે વિમાન સ્થાનિક સમય મુજબ રાત્રે 9:30 વાગ્યે ક્રેશ થયું હતું.
અકસ્માત બાદ ઘટનાસ્થળે કટોકટી પ્રતિભાવ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. અહીં તબીબી કર્મચારીઓ, પોલીસ, કટોકટી સેવાઓ અને નેશનલ ગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. રશિયાની રાજ્ય સંચાલિત ચેનલ રેન ટીવીના અહેવાલ મુજબ, વિમાનના ક્રૂએ છેલ્લી ક્ષણ સુધી સળગતા વિમાનને રહેણાંક વિસ્તારોથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 17 લોકોનાં મોત થયાં હતાં.
આ પણ વાંચો: અમેરિકામાં ટ્રમ્પના નિવાસસ્થાન નજીક વિમાન ક્રેશ, 9નાં મોત, પાયલટના અંતિમ સંદેશથી ખળભળાટ
આ પણ વાંચો: ભયાનક વિમાન ક્રેશ: નાઇજીરીયામાં આકાશમાંથી કાળ ત્રાટક્યો
આ પણ વાંચો: અમેરિકાના અલાસ્કામાં ચાર્ટર્ડ વિમાન ક્રેશ, 2 પાઇલટ સહિત 8 લોકો લાપતા
