Not Set/ મોદી સરકાર સાત વર્ષ પૂરા થવા પર કોઈ કાર્યક્રમ યોજવામાં આવશે નહીં : જેપી નડ્ડા

સમગ્ર ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેરે કાળો કહેર વરસાવ્યો છે. દેશના મોટાભાગના રાજયો હાલમાં કોરોના સામે લડી રહ્યા છે. ત્યારે કેન્દ્રમાં પીએમ મોદીની સરકાર ના સાત  વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. 

Top Stories India

સમગ્ર ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેરે કાળો કહેર વરસાવ્યો છે. દેશના મોટાભાગના રાજયો હાલમાં કોરોના સામે લડી રહ્યા છે. ત્યારે કેન્દ્રમાં પીએમ મોદીની સરકાર ના સાત  વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે.

દેશના ફેલાયેલા કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી 30 મેના રોજ કેન્દ્ર સરકારની સાતમી વર્ષગાંઠ નિમિત્તે કોઈ કાર્યક્રમ નુ આયોજન નહીં કરે.  આ વિશે માહિતી આપતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે આ વખતે પાર્ટી દ્વારા કોઈ કાર્યક્રમ યોજવામાં આવશે નહીં. ભાજપ શાસિત તમામ રાજ્યોમાં, પક્ષ કોરોનાને કારણે તેમના માતાપિતા ગુમાવનારા બાળકો માટે મોટા પાયે યોજના અમલમાં મુકવા જઈ રહી છે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને કોવિડ -19 ના કારણે અનાથ બાળકો માટે કલ્યાણ યોજના શરૂ કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે તેની શરૂઆત 30 મેથી થવી જોઈએ, કારણ કે તે જ દિવસે મોદી સરકાર  સાત વર્ષ પહેલા સત્તા પર આવ્યા હતા.

ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં નડ્ડાએ એમ પણ કહ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે ઉદભવતા સંજોગોને ધ્યાનમાં રાખીને સાતમી વર્ષગાંઠ નિમિત્તે કોઈ ઉજવણીનું આયોજન ન કરવું જોઈએ અને તેના બદલે સરકારો કલ્યાણ કાર્યક્રમોનું આયોજન કરી શકે છે.

તેમણે કહ્યું કે કોરોનાથી દેશ અને સમાજને ઘણું ના ભરાપી થઈ શકે તેવું નુકશાન પહોચ્યું છે. મોટા પાયે જાનહાનિ થઈ છે. અને તેના કારણે કેટલાક બાળકોએ તેમનો પરિવાર ગુમાવ્યો છે. તેમણે મુખ્યમંત્રીઓને કહ્યું કે આવા બાળકોના ભાવિને આકાર આપવાની જવાબદારી સરકારની છે અને તેમણે આ દિશામાં નક્કર પગલા ભરવા જોઈએ. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં ટૂંક સમયમાં રાજ્યોને વધુ સૂચનાઓ જારી કરવામાં આવશે.