Not Set/ દ્વારકા: 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલો, 1500થી વધુ લોકોના લીધા નિવેદનો

દ્વારકામાં ગઈ 23મી એપ્રિલના રોજ એક મજુર પરિવારની 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં પોલીસે તપાસને તેજ બનાવી છે અને આઈજી તેમજ એસપીએ અત્યાર સુધીમાં 1500થી પણ વધુ લોકોના નિવેદનો લીધા છે. એટલું જ નહિં પરંતુ 20 જેટલા શંકાસ્પદ લોકોને ફોરેન્સિક તપાસ માટે પણ મોકલાયા હતા. દ્વારકા જિલ્લાના કુરંગાની 4 વર્ષની બાળા […]

Top Stories

દ્વારકામાં ગઈ 23મી એપ્રિલના રોજ એક મજુર પરિવારની 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં પોલીસે તપાસને તેજ બનાવી છે અને આઈજી તેમજ એસપીએ અત્યાર સુધીમાં 1500થી પણ વધુ લોકોના નિવેદનો લીધા છે. એટલું જ નહિં પરંતુ 20 જેટલા શંકાસ્પદ લોકોને ફોરેન્સિક તપાસ માટે પણ મોકલાયા હતા.

દ્વારકા જિલ્લાના કુરંગાની 4 વર્ષની બાળા પર દુષ્કર્મની ઘટના બની છે. દ્વારકાના કુરંગા પાસે ઘડી ડિટર્જન્ટ કંપનીની કોલોનીમાં આ બનાવ બન્યો હતો. માસુમ બાળકી પર દુષ્કર્મ થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે. બાળકીને જામનગરની જી. જી. હોસ્પિટલમા સારવાર અર્થે લાવવામાં આવતા સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો.

બાળકીની માતાએ જણાવ્યું કે, તે બાળકીને મૂકીને શૌચક્રિયા માટે ગઈ હતી, ત્યારે કોઈએ બાળકીને પીંખી નાંખી હતી. બાળકીની માતાએ શૌચાક્રિયા પરથી પરત આવતા કોઈ અજાણ્યા શખ્સને ત્યાંથી ભાગતા જોયો હતો. તેણે બૂમાબૂમ કરી હતી અને સિક્યુરિટીને બોલાવી હતી.

બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી પાડવા માટે બાળકીના લોહી સહિતના પણ નમૂના લેવામાં આવ્યા છે. ગઈ 23મી એપ્રિલના રોજ મજુરી કામ કરતી બાળકીની માતા થોડા સમય માટે બાળકીને એકલી મુકીને ગઈ હતી તે દરમિયાન જ કોઈ અજાણ્યા શખ્સે બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અને ભાગી છુટ્યો હતો. બાળકીની માતાએ આ શખ્સને ભાગતા પણ જોયો હતો. ત્યાર બાદ લોહીલુહાણ હાલતમાં બાળકીને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.