નોટિંઘમનાં ઐતિહાસિક મેદાન ખાતે આજે આઇસીસી વિશ્વકપની મેચમાં ભારતની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે થવાની છે. જો વરસાદ વિલન નહીં બને તો ક્રિકેટ ચાહકોને એક રોમાંચક મેચ જોવા મળી શકે છે. કારણ કે વર્તમાન વિશ્વકપમાં બંને ટીમોએ પોત પોતાની તમામ મેચો જીતી છે. ભારતીય ટીમ હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. વળી ભારતે પોતાની મેચો જીતીને પોતાની તાકાતનો પરિચય આપી દીધો છે. નોટિંઘમમાં રમાનારી મેચમાં ભારત તરફથી શિખર ધવન રમવાનો નથી. તે ઇજાગ્રસ્ત થયો છે. જેથી તેની જગ્યાએ આવતીકાલની મેચમાં ઓપનિંગ કોણ કરશે તે મોટો પ્રશ્ન થઇ ગયો છે.
વિશ્વકપમાં તેમની વચ્ચે રમાયેલી મેચોના પરિણામ નીચે મુજબ છે.
૧૯૭૫(માન્ચેસ્ટર)

૧૪મી જૂન ૧૯૭૫નાં દિવસે તેમની વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે ભારત પર ચાર વિકેટે જીત મેળવી હતી. તેમની વચ્ચે આ વિશ્વકપની પ્રથમ મેચ હતી. ન્યૂઝીલેન્ડે તમામ ક્ષેત્રોમાં ભારત કરતા સારો દેખાવ કર્યો હતો
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
૧૯૭૯(લીડ્સ)

૧૩મી જૂન ૧૯૭૯નાં દિવસે તેમની વચ્ચે વિશ્વકપમાં લીડ્સ, ખાતે મેચ રમાઇ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે એક તરફી રીતે આઠ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ખેલાડીઓ બોલિંગ અને બેટિંગ બંન્નેમાં ફ્લોપ રહ્યા હતા.
૧૯૮૭(બેંગલોર)

વર્ષ ૧૯૮૭નાં વિશ્વકપમાં બેંગલોર ખાતે ભારતે ન્યૂઝીલેન્ડ પર ૧૬ રને જીત મેળવી હતી. આ મેચ ૧૪મી ઓક્ટોબરનાં દિવસે રમાઇ હતી. મેચમાં ભારતીય ખેલાડીઓએ દરેક ક્ષેત્રમાં સારો દેખાવ કર્યો હતો.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
૧૯૮૭(નાગપુર)

૩૧મી ઓક્ટોબર ૧૯૮૭નાં દિવસે તેમની વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ભારતે નવ વિકેટે જીત મેળવી હતી. ભારતીય બેટ્સમેનો આ મેચમાં છવાયેલા રહ્યા હતા. આ વિશ્વકપમાં ભારતીય ટીમની સતત બીજી જીત હતી.
ડ્યુનેડિન (૧૯૯૨)

૧૨મી માર્ચ ૧૯૯૨નાં દિવસે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે ભારત પર ચાર વિકેટે જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડે તમામ ક્ષેત્રોમાં ભારત કરતા શાનદાર દેખાવ કર્યો હતો
નોટિંઘમ(૧૯૯૯)

નોટિંઘમમાં ૧૨મી જુન ૧૯૯૯નાં દિવસે તેમની વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમ પર પાંચ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે શાનદાર દેખાવ કર્યો હોવા છતાં ભારતીય ટીમ હારી ગઇ હતી. નોટિંઘમમાં મેચ રોમાંચક બની રહેતા દર્શકોએ ખૂબ મજાલી લીધી હતી.
સેન્ચુરિયન(૨૦૦૩)

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વકપમાં છેલ્લી મેચ વર્ષ ૨૦૦૩નાં વિશ્વકપમાં રમાઇ હતી. આ મેચમાં ભારતીય ટીમ વિજેતા બની હતી. ભારતે સાત વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદથી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વિશ્વકપમાં આમને સામને આવી નથી. એટલે કે લાંબા ગાળા બાદ બંન્ને ટીમો સામ સામે આવવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
