Bagdana News: સોશિયલ મીડિયાના યુગમાં લાઈક્સ અને ફોલોઅર્સ વધારવા માટે ધાર્મિક મહાપુરુષો અને સંતોની તસવીરોનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બાપા સીતારામ તરીકે જાણીતા સંત શિરોમણી બજરંગદાસ બાપાના ફોટાના ઉપયોગને લઈને બગદાણા આશ્રમ (Bagdana Ashram) દ્વારા મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે.
આશ્રમે સોશિયલ મીડિયા યુઝર્સ અને ભક્તોને વિનંતી કરી છે કે બજરંગદાસ બાપાની તસવીરોનો મનસ્વી રીતે અથવા અવનવી ડિઝાઇન બનાવીને પ્રચાર માટે ઉપયોગ ન કરવામાં આવે.
AI ટેકનોલોજીથી બનાવાતી પોસ્ટ્સ સામે આશ્રમની ચિંતા
હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી બજરંગદાસ બાપાના ફોટા અને વીડિયો અલગ અલગ સ્વરૂપમાં બનાવીને શેર કરવામાં આવી રહ્યા છે.આ પ્રકારની પોસ્ટ્સને લઈને બગદાણા આશ્રમે (Bagdana Ashram) જણાવ્યું છે કે બજરંગદાસ બાપા એક મહાન સંત અને અવતારી પુરુષ હતા. તેમણે સમગ્ર જીવન દરમિયાન રામ નામની ભક્તિ અને માનવસેવાનો માર્ગ અપનાવ્યો હતો.
Bagdana Ashram: બાપાની છબીની ગરિમા જાળવવા અપીલ
આશ્રમના અગ્રણીઓએ જણાવ્યું છે કે બાપાના ફોટાનો ઉપયોગ માત્ર ભક્તિભાવ સાથે થવો જોઈએ. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા, લાઈક્સ અથવા ફોલોઅર્સ વધારવાના હેતુથી બાપાની પવિત્ર છબીમાં ફેરફાર કરીને પોસ્ટ કરવી યોગ્ય નથી.આશ્રમે (Bagdana Ashram) તમામ ભક્તો, સોશિયલ મીડિયા પેજ સંચાલકો અને યુઝર્સને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરી છે.
ભક્તોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ
બગદાણા આશ્રમની આ અપીલ બાદ ભક્તોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. આશ્રમ દ્વારા બજરંગદાસ બાપાની વિચારધારા, ભક્તિ અને માનવસેવાના સંદેશને જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે ધાર્મિક અને આધ્યાત્મિક વ્યક્તિઓની તસવીરોના સન્માનપૂર્ણ ઉપયોગ અંગે આ અપીલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ભાવનગરની બજરંગદાસ બાપા આરોગ્ય ધામ ખાતે કાર્ડિયાક સુવિધાનો પ્રારંભ
આ પણ વાંચો:વિશ્વ પ્રસિદ્ધ ગુરુ આશ્રમ બગદાણા ખાતે સંત શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુઆશ્રમ બગદાણામાં નાની બાલિકાઓ સાથે પૂજા કરી
