Amreli News: અમરેલીમાં રેતી ચોરીને લઈને મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. ભાજપના કિસાન મોરચાના મહામંત્રીએ ગંભીર આરોપ મૂક્યા છે. ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હીરપરાએ તંત્ર સામે ગંભીર આરોપો મૂક્યા છેઅને અધિકારીઓ સામે પણ સવાલ ઉઠાવ્યા છે.
તેમણે અમરેલી જિલ્લામાં ચાલતી રેતીની ચોરી અંગે આરોપો કર્યા છે. ખનીજ ચોરો સામે કાર્યવાહી થવાના બદલે વાહવાહી લેવામાં આવતી હોવાનો તેમનો આરોપ છે. મહેસૂલ અને પોલીસ વિભાગ સામે પણ તેમણે આરોપ મૂક્યા છે. લીઝો આપવાના પ્રશ્ન પર વર્ષોથી તંત્ર ધ્યાન આપતું નથી તેમ તેમણે જણાવ્યું છે.
આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ
આ પણ વાંચો: મુખ્યમંત્રીના સચિવ કે. કૈલાસનાથનને હવે નહીં અપાય એક્સ્ટેન્શન
આ પણ વાંચો: પ્રથમ વરસાદે પાલિકાની ખોલી પોલ
આ પણ વાંચો: જામનગરમાં ત્રિપલ અકસ્માત, બે રીક્ષા અને કાર અથડાયા
