Jamnagar News/ જામનગરમાં ત્રિપલ અકસ્માત, બે રીક્ષા અને કાર અથડાયા

જામનગરમાં બે રીક્ષા અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. રણજીત પટેલ નગર પાસે ઘોરીવાવની ગોલાઈ પાસે બેફામ ઓવરસ્પીડે કાર ચાલતા ચાલકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષાનો કચ્ચરઘાણ વળ્યો હતો.

Gujarat Others Breaking News

Jamnagar News:  જામનગરમાં બે રીક્ષા અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. રણજીત પટેલ નગર પાસે ઘોરીવાવની ગોલાઈ પાસે બેફામ ઓવરસ્પીડે કાર ચાલતા ચાલકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષાનો કચ્ચરઘાણ વળ્યો હતો.

આ ગંભીર અકસ્માતમાં રીક્ષા ચાલક અને તેમા સવારે ત્રણ મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતના પગલે ગુસ્સે ભરાયેલા લોકોએ કારને સળગાવી દીધી હતી. તેના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિ થાળે પાડી હતી અને ટોળાને વીખેરી નાખ્યું હતું.

આ અકસ્માતમાં સદનસીબે કાર ચાલક તેમજ રિક્ષામાં બેઠેલા મુસાફરો અથવા રીક્ષા ચાલક કોઈને ખાસ ઇજા થઈ ન હતી, અને તમામનો બચાવ થયો હતો. આ વિચિત્ર અકસ્માતને લઈને જોરદાર ધડાકો થયો હતો, અને આસપાસના વિસ્તારના લોકો ટોળે વળ્યા હતા. થોડો સમય માટે રણજીત નગર પટેલ સમાજના ચોકમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી. જેથી પોલીસ તંત્ર દોડતું થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો