Surat News/ સુરતમાં જીવલેણ હુમલાના 5 આરોપીઓનું જાહેરમાં સરઘસ, પોલીસે કાયદો-વ્યવસ્થાનો આપ્યો કડક સંદેશ

સુરતમાં જીવલેણ હુમલાના કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓનું ડીસીપી રાજદીપ નકુમના માર્ગદર્શન હેઠળ જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વોને કડક સંદેશ આપવા આ કાર્યવાહી હાથ ધરી.

Gujarat Surat Breaking News Uncategorized
police

Surat News: સુરતમાં જીવલેણ હુમલાના ગુનામાં ઝડપાયેલા પાંચ આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ડીસીપી રાજદીપ નકુમના માર્ગદર્શન હેઠળ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસનો હેતુ શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવાનો અને અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો કરવાનો હોવાનું જણાવાયું છે.

પોલીસે (police) સરઘસ કાઢી  ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ નો આપ્યો સંદેશ

ડીસીપી રાજદીપ નકુમ (Rajdeep Nakum)ના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આરોપીઓને પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના જાહેર માર્ગો પરથી ફેરવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરમાં કાયદો-વ્યવસ્થા (Law and Order)જાળવવાનો અને ગુનાખોરી સામે પોલીસની કડક કામગીરીનો સંદેશ આપવાનો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસનું કહેવું છે કે શહેરમાં કાયદો હાથમાં લેનારા કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં સરઘસ કાઢીને અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુનાખોરીને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

પાંચ આરોપીની જાહેરમાં દંડાથી પોલીસે કરી સરભરા 

સુરતમાં જીવલેણ હુમલા (Attempt to Murder)ના એક ગંભીર ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.  અને જાહેરમાં સરઘસ કાઢી પોલીસ દ્વારા દંડાવાળી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે સુરત SOG સહિતની ટીમો વધુ તપાસમાં જોડાઈ છે. આ સમગ્ર મામલે સુરત SOG દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલા પાછળનું કારણ, અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી તેમજ ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ આરોપીઓ સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો:અમરેલીમાં કાયદાનું ભાન! કુખ્યાત હિસ્ટ્રીશીટર યુવરાજ મકવાણાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

આ પણ વાંચો:સુરતમાં ચપ્પુ બતાવી માથાકૂટ કરતા આરોપીની પોલીસે કરી ધરપકડ, કાઢ્યું સરઘસ

આ પણ વાંચો:બહિયલ હિંસાના આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ