Today Special: ‘સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ’ (Safer Internet Day) જે દર વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે એ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ અને જાગૃતિ અભિયાન છે જેને લગભગ દોઢસોથી પણ વધારે દેશોમાં ઉજવવામાં આવે છે. આ વર્ષ 2026માં પણ આ દિવસ 10 February 2026 (Tuesday)એ મનાવવામાં આવશે.
સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ (Safer Internet Day) મનાવવાનો ઉદ્દેશ્ય
ઇન્ટરનેટ (Internet) આજે એક શક્તિશાળી માધ્યમ બની ચૂક્યું છે, પરંતુ આની સાથે-સાથે સાઇબર ક્રાઇમ, ડેટા ચોરી, ઑનલાઇન ફ્રોડ અને સાઇબર બુલિંગ (Cybercrime, Data Theft, Online Fraud and Cyberbullying) જેવી સમસ્યાઓ પણ વધવા પામી છે, આથી જ આ દિવસની ઉજવણી દ્વારા લોકોને સાઇબર સુરક્ષા, ડિજીટલ પ્રાઇવસી અને ઇન્ટરનેટના સકારાત્મક વપરાશ માટે પ્રશિક્ષિત કરવા અંગેની જાગૃતિ કેળવવાનો એકમાત્ર મુખ્ય હેતુ છે.
યુ કે સેફર ઇન્ટરનેટ સેન્ટર,બ્રિટન દ્વારા, ‘સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ’ વૈશ્વિક સ્તરે મનાવવાનો ઉદ્દેશ્ય બાળકો અને યુવાનો માટે ડિજીટલ પ્રૌદ્યોગિકીના સુરક્ષિત અને સકારાત્મક ઉપયોગને ઉત્તેજન આપવાનો છે અને જેના દ્વારા એક રાષ્ટ્રીય સંવાદને પ્રેરિત કરી શકાય.
ડિજિટલ દુનિયામાં સુરક્ષા અને જવાબદારીપૂર્વક ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટેનું આ એક વૈશ્વિક અભિયાન (Global Campaign) છે.
સુરક્ષિત ઇન્ટરનેટ દિવસનો ઇતિહાસ
આ દિવસના ઇતિહાસ (History) અંગે જોઈએ તો, એની શરૂઆત 2004 માં યુરોપિયન યુનિયનના ‘સેફબોર્ડર પ્રોજેક્ટ’ તરીકે થઈ હતી. આજે તે વિશ્વના ઘણા બધા દેશોમાં ઉજવવામાં આવે છે.
આ ખાસ દિવસ મનાવવાની શરુઆત, વર્ષ 2004માં યુરોપિયન કમિશનના ‘સેફબોર્ડ પ્રોજેક્ટ’ દ્વારા કરવામાં આવી હતી અને ત્યાર બાદ, INSAFE નેટવર્કે એને ગ્લોબલ સ્તરે ફેલાવવાનું કાર્ય કર્યુ હતુ અને પરિણામસ્વરુપે, આજે એ 170 થી પણ વધારે દેશોમાં મનાવવામાં આવે છે. જે અંતર્ગત, વિભિન્ન દેશોની સરકારો, ટેક કંપનીઓ અને શિક્ષણ સંસ્થાઓ સાથે મળીને સાઈબર સુરક્ષા (Cyber Safety) અંગે જાગૃતિ અભિયાન ચલાવે છે.

સેફર ઇન્ટરનેટ દિવસ 2026 ની થીમ
આ વર્ષ 2026 માટેની આ દિવસની થીમ (Theme 2026) છે ‘સ્માર્ટ ટેક, સલામત પસંદગીઓ – A ના સલામત અને પ્રતિભાવશીલ ઉપયોગનું અન્વેષણ’ (Smart Tech, Safe Choices – Exploring the Safe and Respondible Use of AI)
આ દિવસનો હેતુ વિશેષ કરીને યુવાનો અને બાળકોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અન્ય સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવા અંગે જાગૃતિ કેળવવાનો છે.
આજે દરેક વ્યક્તિ AI વિશે વાત કરે છે અને બાળકો, કિશોરો અને યુવાનો Online AI વિશે માહિતી મેળવે છે અને એનો ઉપયોગ પણ કરે છે. આથી જ આ પેઢી પાસે સ્માર્ટ ટેકનિકનો ઉપયોગ કરતી વખતે સુરક્ષિત વિકલ્પ પસંદ કરવા માટેનું કૌશલ્ય અને આત્મવિશ્વાસ હોય એ બેહદ મહત્વપૂર્ણ છે.

ઇન્ટરનેટ પર સુરક્ષિત રહેવા શું કરશો? સાવધાની માટેની ટિપ્સ
આજકાલ ડિજિટલ છેતરપિંડી અને સાયબર ક્રાઇમ ઘણા જ વધી ગયા છે અને એનાથી બચવા માટે આ બાબતો (Safety Tips)નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
1. મજબૂત પાસવર્ડ
સૌથી અગત્યનું છે પાસવર્ડ સેટ કરવાનું (Password Setting)…આજે મોબાઇલ દ્વારા નાણાકીય લેવડદેવડ સામાન્ય બની છે. આ સંજોલામાં તમારા સોશિયલ મીડિયા અને બેંકિંગ એકાઉન્ટ માટેના પાસવર્ડમાં ઓછામાં ઓછા 12 થી 16 અક્ષરો હોવા જોઇએ જેમાં, 0 થી 9 નંબર પૈકીના નંબર અને સ્પેશિયલ કેરેક્ટર જેવા કે, @, #, $ વગેરે ધરાવતો અઘરો પાસવર્ડ બનાવવો જોઇએ.
2. ટુ-સ્ટેપ વેરિફિકેશન
તમારા મહત્વપૂર્ણ એકાઉન્ટ્સમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન (2FA, 2 Factor Authantification) હંમેશા ચાલુ રાખો જેથી કોઇને પાસવર્ડ ખબર હોય તો પણ કોઈ Log in ન કરી શકે.
3. અંગત માહિતી
તમારી પર્સનલ ડિટેલ્સ (Personal Details) જેમ કે, જન્મતારીખ, ઘરનું એડ્રેસ, તમારો OTP, પિન અથવા તો બેંકની વિગતો ક્યારેય કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવી.
4. સ્માર્ટ ગેજેટ્સ
તમારા ઘરના Wi-Fi અને સ્માર્ટ ઉપકરણો (Smart Devices)ના ડિફોલ્ટ પાસવર્ડ બદલી નાખવા હિતાવહ છે. દરેક માટે અલગ-અલગ પાસવર્ડ સેટ કરવા જોઇએ.
5. અજાણી લિંક્સથી સાવધાન
તમારા વોટ્સએપ કે ઇ-મેઇલ (WhatsApp or Email) પર અવારનવાર આવનારી કોઈ પણ લલચામણી લિંક પર ક્લિક ન કરવું. માત્ર ‘https://’ વાળી સુરક્ષિત વેબસાઇટ્સનો જ ઉપયોગ કરવો.
6. અજાણ્યા Wi-Fi નેટવર્કથી સાવધાની
પબ્લીક Wi-Fi જેમ કે, હોટલ, કાફે કે રેલવે સ્ટેશન વગેરે જાહેર સ્થળોએ એનો ઉપયોગ કરતી વખતે વીપીએન (VPN)નો વપરાશ કરવો.
7. એન્ટીવાયરસ અને ફાયરવૉલ મોડ
પોતાના ડિવાઇસમાં એન્ટીવાયરસ અને ફાયરવૉલ મોડ ઑન રાખવા.
8. સત્વરે રિપોર્ટ કરવો
સાઇબર બુલિંગ અથવા ઑનલાઇન ફ્રોડ અંગે તરત જ રિપોર્ટ (Cyber Report) કરવો.

ભારતમાં શું છે ઇન્ટરનેટ વપરાશની સ્થિતિ
ગત વર્ષ 2025માં માઇક્રોસોફટ દ્વારા હાથ ધરવામાં આવેલા ગ્લોબલ ઑનલાઇન સેફ્ટી સર્વેના નવમા સંસ્કરણમાં આ વિગતો જાણવા મળી હતી. આ સર્વેમાં સામેલ 15 દેશોના 14,800 જેટલા કિશોરો અને વયસ્કો પર કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, 65% જેટલા ભારતીયો (Indians) જનરેટિવ એઆઈનો ઉપયોગ કરે છે જે વૈશ્વિક 31% સરેરાશ વપરાશના બમણાથી પણ વધારે છે!
ભારત (India)માં અનુવાદ કરવામાં 69%, સવાલોના જવાબ મેળવવા માટે 67%, કાર્ય-દક્ષતા વધારવા 66% તથા બાળકોના ભણતરમાં મદદ મળે એ માટે 64% AI નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સર્વે પૈકીના 71 લોકો સાપ્તાહિક રુપે જનરેટિવ એઆઈનો ઉપયોગ કરે છે જ્યારે અભ્યાસમાં સામેલ 62% ભારતીયો એઆઈ સાથે સહજ મહેસૂસ કરે છે. આ ઉપરાંત, 25 થી 44 ના વય ધરાવતા વર્ગમાં એઆઈની સ્વીકૃતિ સૌથી વધુ…84% જેટલી છે!
જો કે, હજુયે એઆઈ સાથે સંલગ્ન જોખમોને કારણે ભારતીયો અધિક ચિંતાતુર છે…76 લોકોએ ઑનલાઇન શોષણ, 74% લોકોએ ડિપફેક, 73% લોકોએ સાયબર ફ્રોડ અને 70% લોકોએ એઆઈ મતિભ્રમ વિશે ફિકર હોવાનું સર્વે દરમિયાન જણાવ્યું હતુ. આ ઉપરાંત, ભાગ લેનારામાંથી 80%થી વધારે વ્યક્તિઓએ 18 વર્ષથી ઓછી વયના બાળકો દ્વારા એઆઈના વપરાશ પર પોતાની ચિંતા જાહેર કરી હતી!
અંતે, નિષ્કર્ષ એ જ છે કે, ઇન્ટરનેટ માહિતીનો ખજાનો છે, પરંતુ આપણી ખરી તાકાત તેનો સુરક્ષિત ઉપયોગ કરવામાં જ છે!
આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!
આ પણ વાંચો:
