Today Special/ 10 ફેબ્રુઆરીએ શાથી મનાવવામાં આવે છે ‘વર્લ્ડ પલ્સીસ ડે’? શું છે એનો ઉદ્દેશ્ય અને ઇતિહાસ…જાણીએ…

World Pulses Day (વિશ્વ કઠોળ દિવસ)ને પ્રતિ વર્ષ 10 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કઠોળના પાકના કાર્બન ફૂટપ્રિન્ટ મોટાભાગના ખાદ્ય પદાર્થોની તુલનામાં ઓછી…

Trending Health & Fitness World
World Pulses Day ,વિશ્વ કઠોળ દિવસ, ઇતિહાસ, મહત્તા

Today Special: દર વર્ષે 10 ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ પલ્સીસ ડે’ અર્થાત્ ‘વિશ્વ કઠોળ દિવસ’ (World Pulses Day, 10 February) મનાવવામાં આવે છે. આ દિવસ માનવ શરીર માટે જરુરી પોષક તત્વોમાં સામેલ કઠોળના ફાયદા અંગે જાગૃતિનો દિવસ ગણાય છે.

આ દિન ઉજવવા પાછળનો હેતુ

પ્રોટીનથી શરીરને પોષણ મળે છે અને એ અત્યંત જરુરી ગણાય છે. વિવિધ કઠોળ અને દાળો (Dal)ને પ્રોટીનનો ભંડાર માનવામાં આવે છે. દાળને જેમાંથી તૈયાર કરવામાં આવે છે એને કઠોળ કહેવાય છે. વિભિન્ન દાળોમાંથી પ્રાપ્ત થતા પોષણ અને સ્વાસ્થ્ય લાભ (Health Benefits) અંગે લોકોને જાગૃત કરવા માટે પ્રતિ વર્ષ 10 ફેબ્રુઆરીએ ‘વિશ્વ કઠોળ દિવસ’ મનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ વિશેષ દિવસ મનાવવાની શરુઆત ક્યાંથી થઇ?

World Pulses Day ,વિશ્વ કઠોળ દિવસ, ઇતિહાસ, મહત્તા

‘વર્લ્ડ પલ્સીસ ડે’ (World Pulses Day)નો ઇતિહાસ

દુનિયાભરના જન સમુદાયને દાળ સેવન સાથે સંલગ્ન ફાયદા અને એમાં રહેલા પોષણ અંગે જણાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly) દ્વારા 20 ડિસેમ્બર 2013 માં પ્રસ્તાવ મૂકીને ‘વર્લ્ડ પલ્સીસ ડે’ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને વર્ષ 2016ને આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતુ. આ પછી UN મહાસભાએ વર્ષ 2019ના 10 ફેબ્રુઆરીને ‘વિશ્વ કઠોળ દિવસ’ ના સ્વરુપે મનાવવાનો પ્રસ્તાવ પારિત કર્યો હતો. ત્યારથી માંડીને આજ દિવસ સુધી દર વર્ષે આ 10 ફેબ્રુઆરીના દિવસે આખી દુનિયામાં ‘વર્લ્ડ પલ્સીસ ડે’ મનાવવાની પરંપરા શરુ થઇ છે.

શરીર માટે કેમ આવશ્યક છે પ્રોટીન

પ્રોટીન (Protein) આપણા શરીરની કોશિકાઓને રિપેર કરવા ઉપરાંત એમના નિર્માણમાં પણ સહાયક બને છે. દર વર્ષે આપણું શરીર થોડું-થોડું પ્રોટીન વિઘટનથી ગુમાવે છે. જો શરીરને પર્યાપ્ત માત્રામાં એ ન મળે તો એની ઉણપ સર્જાય છે. આથી જ રોજીંદા આહાર (Daily Diet)માં એ લેવું અત્યંત આવશ્યક છે. આમ જોઇએ તો પ્રોટીનના ઘણા સ્ત્રોત છે પણ વેજીટેરિયન લોકો (Vegetarians) માટે તો દાળ અને કઠોળમાંથી મળતું પ્રોટીન સૌથી મોટા સ્ત્રોત માનવામાં આવે છે. ફક્ત ભારતીય જ નહિં પણ વિદેશોમાં પણ એ ખાણી-પીણીનું એક અભિન્ન અંગ છે.

World Pulses Day ,વિશ્વ કઠોળ દિવસ, ઇતિહાસ, મહત્તા

કઇ દાળમાંથી કેટલું પ્રોટીન મળે?

વિવિધ દાળ અને કઠોળમાં પ્રોટીનનું પ્રમાણ (દર 100 ગ્રામ દીઠ)

દાળ/કઠોળનું નામ, પ્રોટીનનું પ્રમાણ, વિશેષતા અને ફાયદા

અડદની દાળ– 25% સૌથી વધુ પ્રોટીન, હાડકાંની મજબૂતી અને પાચન માટે ઉત્તમ

ચણાની દાળ -13% ફાઈબરથી ભરપૂર, ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં મદદરૂપ

મગની દાળ -9% પચવામાં સૌથી હલકી અને બીમારીમાં શ્રેષ્ઠ પોષણ આપે છે

તુવેરની દાળ– 5.92% સ્વાદિષ્ટ હોવાની સાથે પોટેશિયમ અને વિટામિન-A નો સ્ત્રોત

મસૂરની દાળ -9% ફોલેટ અને ફાઈબરથી ભરપૂર, દાળ મખની તરીકે લોકપ્રિય

વિશેષ નોંધ:

1. અડદની દાળ પ્રોટીનનો ભંડાર છે, જે શરીરના સ્નાયુઓના બંધારણ માટે ખૂબ ઉપયોગી છે.

2. મગની દાળ પેટ માટે સૌથી હળવી અને સુપાચ્ય ગણાય છે, તેથી જ ડોક્ટરો તેનું સેવન કરવાનું કહે છે.

3. કોઇ પણ દાળને ચોખા કે ઘઉં વગેરે અનાજ સાથે લેવાથી તેની જૈવિક કિંમત વધી જાય છે આના કારણે શરીરને પૂરતા પ્રમાણમાં એમિનો એસિડ્સ મળે છે.

World Pulses Day ,વિશ્વ કઠોળ દિવસ, ઇતિહાસ, મહત્તા

દાળ જ કેમ?

કઠોળના પાકના કાર્બન ફૂટપ્રિન્ટ (Carbon Foot Print) મોટાભાગના ખાદ્ય પદાર્થોની તુલનામાં ઓછી હોય છે અને એમને ઉગાડવા માટે ઓછી માત્રામાં ખાતર અને પાણી (Fertilizer & Water)ની આવશ્યકતા પડે છે. એ થોડા શુષ્ક હવામાનને અનુકૂલ હોય છે અને દુષ્કાળનો માર પણ વેઠી શકે છે. એ સસ્તી, પૌષ્ટિક, સરળતાપૂર્વક સંગ્રહિત કરી શકાય એવી હોવા ઉપરાંત અત્યાધિક પૌષ્ટિક હોય છે. આ ઉપરાંત, માટીમાં રહેલા સૂક્ષ્મ જીવો (Microorganisms)ને વધારવાની ક્ષમતા ઓછી આવક વાળા ગ્રામીણ ક્ષેત્રોમાં કૃષિ ટેકનિક (Farming Techniques)ને બહેતર બનાવવામાં એમની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે.

આ દિવસે દાળ અને કઠોળનું દાન કરવું

જો તમે તમારી આસપાસ કોઇ એવા ફાર્મ કે ફૂડ બેન્ક (Food Bank)ને જાણો છો જે દાળ કે કઠોળ સંચય કરતી હોય અને જરુરતમંદોને વિતરણ કરતી હોય તો ત્યાં જઇને દાન (Daan) કરવું જેથી ભૂખ સંતોષાય અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષાને સુચારુ બનાવવામાં મદદ મળે.

નિષ્કર્ષ એ છે કે, દુનિયામાં વધતી આબાદીને જોતા દાળ અને કઠોળના માધ્યમથી વધારે ટકાઉ રીતે ભોજન ઉપલબ્ધ કરાવી શકાય એમ છે એ બાબતની જાગૃતિ આપણે સૌએ આ દિવસે કેળવવાની છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!

આ પણ વાંચો: 

આ પણ વાંચો: ભારતમાં શાથી વધી રહ્યા છે કેન્સરના કેસ…જાણીએ શું છે એની પાછળના મુખ્ય 3 કારણો અને ‘વિશ્વ કેન્સર દિવસ’ 2026 ની મહત્તા…