Not Set/ વિજય માલ્યાએ જેટલી પર છોડેલી મિસાઈલ બાદ સ્વામીએ નાણામંત્રી પર ફોડ્યો “ટ્વિટર બોમ્બ”

નવી દિલ્હી, દેશની બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી વિદેશમાં ભાગી જનાર લિકર કિંગ વિજય માલ્યા દ્વારા આપવામાં આવેલા એક નિવેદને રાજકારણમાં ભૂકંપ લાવી લીધો છે. માલ્યા દ્વારા નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાતને લઈ આપેલા નિવેદનને લઇ જ્યાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે, જયારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતા અને […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દેશની બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી વિદેશમાં ભાગી જનાર લિકર કિંગ વિજય માલ્યા દ્વારા આપવામાં આવેલા એક નિવેદને રાજકારણમાં ભૂકંપ લાવી લીધો છે. માલ્યા દ્વારા નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાતને લઈ આપેલા નિવેદનને લઇ જ્યાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે, જયારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ હવે અરુણ જેટલી પર ટ્વિટર બોમ્બ ફોડ્યો છે.

national-subramanian-swamy-attack-finance minister arun-jaitley-vijay-mallya-tweet-london

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નાણામંત્રી અરુણ જેટલી પર કરેલા ટ્વિટ બાદ ઘણા પ્રકારના સવાલો સામે આવી રહ્યા છે.

સુબ્રમણ્યમ સ્વામીએ જેટલી પર આરોપ લગાવતા ટ્વિટ કર્યું છે કે, “વિજય માલ્યાએ દેશમાંથી ભાગવા અંગે હવે બે તથ્યો અમારી સામે છે, જેમાં કોઈ ઇનકાર કરી શકતું નથી”.

૧. ૨૪ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ માલ્યા વિરુધ કરવામાં આવેલી લુકઆઉટ નોટીસને બ્લોકથી રિપોર્ટમાં શિફ્ટ કરવામાં આવી. જેનાથી વિજય માલ્યા ૫૪ લગેજ આઈટમ લઈને વિદેશમાં ભાગી ગયો છે.

૨. વિજય માલ્યાના સંસદના સેન્ટ્રલ હોલમાં અરુણ જેટલીને જણાવ્યું હતું કે, તેઓ લંડન માટે રવાના થઇ રહ્યા છે.

વિજય માલ્યાએ બુધવારે આપ્યું હતું આ નિવેદન

વિજય માલ્યાએ બુધવારે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટસ કોર્ટમાં સુનાવણી થયા બાદ જણાવ્યું હતું કે, “દેશ છોડતાં પહેલાં તેઓ નાણા પ્રધાન અરુણ જેટલીને મળ્યા હતા અને બેન્કો સાથેનો મુદ્દો પતાવટ કરવાની ઓફર કરી હતી”.

માલ્યાના નિવેદન પર અરુણ જેટલીએ કરી સ્પષ્ટતા

વિજય માલ્યાના દાવાઓ અંગે નાણામંત્રી જેટલીએ કહ્યું હતું કે, “માલ્યાનું નિવેદન “જૂઠું” છે. મીડિયામાં આવેલા એક નિવેદને મારુ ધ્યાન વિજય માલયાએ મને બેન્ક મામલાની પતાવટ ઓફર મુદ્દે મળવાની વાત કરી હતી તે મુદ્દે મારુ ધ્યાન દોર્યું છે. આ નિવેદન હકીકતમાં ખોટું છે કારણ કે તેનાથી સત્ય બહાર આવતું નથી.”

 તેમણે વધુમાં કહ્યું હતું કે, “૨૦૧૪ થી મેં તેમને ક્યારેય મળવા માટે કોઇ સમય આપ્યો નથી, અને મને મળ્યાના પ્રશ્ન ઊભાં થતા નથી. તેમ છતાં, કારણ કે તે રાજ્ય સભાના સભ્ય હતા અને ક્યારેક તે ગૃહમાં હાજર હતા, તેમણે તે વિશેષાધિકારનો દુરુપયોગ કર્યો હતો એક પ્રસંગે જ્યારે હું મારા રૂમમાં જવા માટે હાઉસમાંથી નીકળી ગયો હતો.”