પ્રહાર/ પાંચજન્ય સામયિકએ એમઝોન કંપની વિશે શું કહ્યું તે જાણો

આ વખતે પાંચજન્ય મેગેઝિને તેના એક લેખમાં અમેરિકાની ઈ-કોમર્સ કંપની એમેઝોનને ઈસ્ટ ઈન્ડિયા કંપની 2.0 હોવાની વાત કહીને લેખ લખ્યો

Top Stories India

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલ સાપ્તાહિક સામયિક પાંચજન્ય ફરી એકવાર સમાચારોમાં છે. આ વખતે મેગેઝિને તેના એક લેખમાં અમેરિકાની ઈ-કોમર્સ કંપની એમેઝોનને ઈસ્ટ ઈન્ડિયા કંપની 2.0 કહી છે. મેગેઝિને કહ્યું છે કે કંપનીએ સરકારની અનુકૂળ નીતિઓ માટે લાંચ રૂપે કરોડો રૂપિયા ચૂકવ્યા છે. પાંચજન્યએ તેમના મેગેઝિનની નવી આવૃત્તિમાં એમેઝોન પર એક લેખ લખીને તેની આકરી ટીકા કરી છે. અગાઉ પણ આ જ મેગેઝિને તેના એક લેખમાં દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

પાંચજન્યએ ઈસ્ટ ઈન્ડિયા કંપની 2.0 ના નામે પોતાનો લેખ લખ્યો હતો, ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 18 મી સદીમાં ભારતને કબજે કરવા માટે જે કંઈ કર્યું, તે જ એમેઝોનની પ્રવૃત્તિઓમાં આજે દેખાય છે. મેગેઝિને દાવો કર્યો હતો કે એમેઝોન ભારતીય બજારમાં પોતાનો એકાધિકાર સ્થાપિત કરવા માંગે છે અને આમ કરવા માટે ઈ-કોમર્સ કંપનીએ ભારતીય નાગરિકોની આર્થિક, રાજકીય અને વ્યક્તિગત સ્વતંત્રતાઓને પકડવા માટે પહેલ કરવાનું શરૂ કર્યું છે.

 વિડીયો અને વેબ સિરીઝ સંસ્કૃતિ વિરૂદ્વ ગણાવી
આ લેખમાં એમેઝોનના વિડીયો પ્લેટફોર્મની પણ સખત ટીકા કરતા જણાવ્યું હતું કે, તે તેના પ્લેટફોર્મ પર આવી ફિલ્મો અને વેબ સિરીઝ રજૂ કરી રહી છે, જે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. નોંધપાત્ર રીતે, એવા અહેવાલો આવ્યા છે કે યુએસ ઈ-કોમર્સ જાયન્ટ ભારતમાં તેના કાનૂની પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવેલી કથિત લાંચની તપાસ કરી રહી છે.

ઇન્ફોસિસ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા
આ મેગેઝિને ‘ક્રેડિટ એન્ડ ટ્રોમા’ શીર્ષક સાથે આ મહિને પ્રકાશિત થયેલા લેખ દ્વારા બેંગલુરુ સ્થિત આઈટી કંપની ઈન્ફોસિસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. મેગેઝિને લખ્યું કે ઈન્ફોસિસ જાણી જોઈને ભારતીય અર્થતંત્રને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ લેખમાં કંપની પર નક્સલવાદીઓ, ડાબેરીઓ અને ટુકડે ટુકડે ગેંગને મદદ કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. લેખમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રથમ વખત નથી જ્યારે ઇન્ફોસિસે સરકારી પ્રોજેક્ટમાં ગડબડ કરી હોય.