અમદાવાદ,
ઘરમાં બેસીને દારૂ પીવો રાઈટ ટુ પ્રાઇવસી પિટિશનના મામલે આજે એક્ટીંગ ચીફ જસ્ટિસ અનંત દવેની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
જેમાં અરજદાર પોતાના વકીલ મારફતે કોર્ટની સમક્ષ એવી રજૂઆત કરી હતી કે ઘરમાં બેસીને દારૂ પીવુંએ રાઈટ ટુ પ્રાઈવસીનો ભંગ થાય છે.
સાથે જ વધુમા જણાવ્યું હતું કે જો કોઈ વ્યકિતને ઘરમાં બેસીને દારૂ પીવાની છુટ આપવામાં આવે અને તે સમાજને કે પોતાના પાડોશીને કોઈ નુકશાન ન પોચાડતો હોય તો તે કોઈ ખોટું નથી.
આમ,આ pil માં દારૂબંધીના કાયદાને રાઇટ ટુ privecy હેઠળ પડકારવામાં આવ્યો છે. અને હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકાર અને એડવોકેટ જનરલને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
