હિન્દુ ધર્મમાં ચંદ્રનું પોતાનું આગવું મહત્વ છે. ચંદ્ર કરવા ચૌથનો હોય કે ગણેશ ચતુર્થીનો હોય, દરેકનું પોતાનું મહત્વ છે. ચંદ્રની સુંદરતા બધાને આકર્ષિત કરે છે, પરંતુ જો તમે નથી જાણતા તો આપને જણાવી દઇએ કે, ગણેશ ચતુર્થીનાં દિવસે નીકળતો ચંદ્ર અશુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે, ગણેશ ચતુર્થી પર ચંદ્ર ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ આ દિવસે ચંદ્રને જોવુ તમને ભારી પડી શકે છે. બહુ ઓછા લોકો આ જાણે છે પરંતુ તે એકદમ સાચું છે. આજે આ લેખમાં, અમે તમને જણાવીશું કે ગણેશ ચતુર્થીનાં દિવસે ચંદ્ર કેમ ન જોવો જોઈએ અને તેનાથી શું નુકસાન થઈ શકે છે.
શું છે માન્યતા
શાસ્ત્રોની માનીએ તો ભગવાન ગણેશે ચદ્રને એક શ્રાપ આપ્યો હતો, તેમણે કહ્યુ હતુ કે, ચતુર્થીનાં દિવસે જે પણ તમને દેખશે તેના પર કલંક લાગશે. ત્યારથી લોકો ચતુર્થીનો ચાંદ જોતા નથી.

ગણેશ પુરાણ કથા
ગણેશ પુરાણ અનુસાર, એક સમય હતો જ્યારે શ્રી કૃષ્ણએ શુક્લ પક્ષ ચતુર્થીનાં દિવસે ચંદ્ર જોયો હતો, ત્યારબાદ તેમની ઉપર હત્યાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં નારદ મુનિએ શ્રી કૃષ્ણને કહ્યું કે, આ કલંક તેમના પર એટલે લાગ્યો હતો કારણ કે તેમણે ચતુર્થી પર ચંદ્ર જોયો હતો.
શું છે કથા
ગણેશ પુરાણમાં વર્ણવેલ એક કથા અનુસાર ગણેશજીનાં સૂંડવાળા ચહેરાને જોઈને ચાંદ એક વખત હસી પડ્યો. જેનાથી ગણેશજી ખૂબ ગુસ્સે થયા અને તેમણે ચંદ્રને કહ્યું કે, તમને તમારી સુંદરતા પર ખૂબ ગર્વ છે. આજે હું તમને શ્રાપ આપું છું કે તમને આજે જે પણ જોશે તેને કલંક લાગશે. તે સમયથી આજ સુધી ગણેશ ચતુર્થી પર ચંદ્ર જોવોની મનાઇ કરવામાં આવે છે.

ગણેશજીનાં શ્રાપથી ચંદ્રને તેમની ભૂલનો અહેસાસ થયો અને તે ઉદાસ થઇને છુપાઇ ગયો. બાદમાં બધા દેવોએ ચંદ્રને મનાવ્યા અને તેમને સમજાવ્યું કે તેઓએ મોદક અને પકવાન બનાવીને ગણેશજીની પૂજા કરવી જોઈએ જેનાથી તેઓ ખુશ થશે.
આ સાંભળ્યા બાદ ચદ્રએ તે જ કર્યુ જે પછી ભગવાન ગણેશજી ખુશ થયા, પરંતુ તેમણે કહ્યું કે, શ્રાપ સંપૂર્ણ રીતે સમાપ્ત થશે નહીં જેથી આવનારી પેઠીઓને યાદ આવે કે કોઈનું રૂપ જોઇને કોઈની મજાક ઉડાવવામાં ન આવે. તેથી, તમારે આ ભૂલ આગળ ન કરવી જોઈએ અને ગણેશ ચતુર્થી પર મોદક અને પકવાન બનાવે અને આ ઉત્સવને ખુશીથી ઉજવવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
