Lifestyle/ ઈન્ડિયન એરફોર્સમાં એક અગ્નિવીરવાયુ ને દર મહિને કેટલો સેલેરી મળે છે? જાણો વિગતવાર

ઈન્ડિયન એરફોર્સમાં એક અગ્નિવીરવાયુ બનવાના ઈચ્છુક ઉમેદવાર છો તો, આ વિગતો ખાસ તમારા માટે

Trending Tips & Tricks Food Lifestyle

Lifestyle: ઈન્ડિયન એરફોર્સમાં એક અગ્નિવીરવાયુ ને દર મહિને કેટલો પગાર મળે છે? આવો, આ અંગે વિસ્તૃત રીતે જાણીશું.

અગ્નિવીરવાયુ ને દર મહિને કેટલો સેલેરી મળે છે? 

જો તમે પણ ઈન્ડિયન એરફોર્સમાં એક અગ્નિવીરવાયુ બનવાના ઈચ્છુક ઉમેદવાર છો તો, આ વિગતો ખાસ તમારા માટે છે. ઈન્ડિયન એરફોર્સમાં અગ્નિવીરવાયુની ભરતી માટેની આવેદન પ્રક્રિયા ચાલી રહી છે. અગ્નિવીરવાયુ માટે આવેદન કરવા લાયક ઉમેદવારોની ઉંમર 17.5 થી 21 વર્ષ સુધીની હોવી જોઇએ.

અગ્નિવીરવાયુની ભરતી માટે ચાલી રહેલી આ આવેદન પ્રક્રિયાને આજે, એટલે કે 4 થી ઑગસ્ટના રોજ બંધ કરી દેવામાં આવશે. એવામાં જે કોઈ ઈચ્છુક ઉમેદવારોએ હજી સુધી આ અંગેની અરજી નથી કરી તો, એ તમામ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જઇને પોતાનું આવેદનપત્ર જલદીથી જમા કરી દેવું.

પરંતુ શું તમે જાણો છો કે એક અગ્નિવીરવાયુને દર મહિને કેટલો સેલેરી મળે છે? જો તમને આ વિશે કોઈ જ જાતની માહિતી નથી તો કંઈ વાંધો નહિં, આજે આ લેખમાં એના વિશે વિસ્તૃત રીતે જાણીશું.

સેલેરી સ્ટ્રક્ચર (પગારનું માળખું)

ઈન્ડિયન એરફોર્સમાં, એક અગ્નિવીરવાયુ ને શરુઆતમાં પ્રથમ વર્ષે 30,000 રુપિયા પ્રતિ માસ પગાર મળે છે. એમાંથી 21,000 રુપિયા ઇન હેન્ડ સેલેરીના સ્વરુપમાં મળે છે.

દ્વિતિય વર્ષે અગ્નિવીરવાયુ ને 33,000 રુપિયા પ્રતિ માસ પગાર મળે છે. એમાંથી 23,100 રુપિયા ઇન હેન્ડ પ્રાપ્ત થાય છે.

ત્રીજા વર્ષે અગ્નિવીરવાયુ ને 36,500 રુપિયા પ્રતિ માસ પગાર મળે છે. એમાંથી 25,550 રુપિયા ઇન હેન્ડ મળે છે.

ચોથા વર્ષે અગ્નિવીરવાયુ ને 40,000 રુપિયા પ્રતિ માસ પગાર મળે છે. એમાંથી 28,100 રુપિયા ઇન હેન્ડ પ્રાપ્ત થાય છે.

ક્યારે લેવાશે પરીક્ષા?

ભારતીય વાયુસેના અગ્નિવીરવાયુ પસંદગી પરીક્ષા 25 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે.

ઍક્ઝામ પેટર્ન

ઑનલાઇન ભરતી પરીક્ષા નિષ્પક્ષ મૂલ્યાંકન આધારિત કસોટી રહેશે તથા અંગ્રેજીના પ્રશ્નપત્રને છોડીને બાકીના તમામ પ્રશ્નો દ્વિભાષી (અંગ્રેજી અને હિન્દી ભાષામાં) હશે. વિજ્ઞાન ના વિષયો માટે, પરીક્ષાનો સમયગાળો 60 મિનિટનો રહેશે, જેમાં 10+2 સીબીએસસી(CBSC) પાઠ્યક્રમ મુજબ, ભૌતિક શાસ્ત્ર, ગણિત તથા અંગ્રેજી વિષયો સામેલ હશે.

અન્ય વિષયો માટે, પરીક્ષાની સમયાવધિ 45 મિનિટની રહેશે અને એમાં 10+2 સીબીએસસી(CBSC) પાઠ્યક્રમ અનુસાર, અંગ્રેજી તથા તર્કશક્તિ અને સામાન્ય જ્ઞાનની કસોટી (Reasoning and General Knowledge Ability) સામેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ

આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…