Lifestyle/ આ 5 સુપરફૂડને આહારમાં સામેલ કરો, સ્ત્રીઓને લગતી અનેક સમસ્યાઓ દૂર થશે

ઘર સંભાળવું અને સાથે-સાથે કારકીર્દિ પર પણ ધ્યાન આપવું! આ એક પડકાર છે જેની અસર એના શરીર પર થાય છે. એક સ્ત્રીનું શરીર હોર્મોનલ બેલેન્સ

Trending Tips & Tricks Food Lifestyle

Food Lifestyle: સુપરફૂડની મહત્તા આજકાલની નથી, પરંપરાગત આહારમાં એ પહેલેથી જ સામેલ છે. મહિલાઓ માટે અમુક સુપરફૂડ એમના સર્વાંગસ્વાસ્થ્ય માટે ઘણા જ ફાયદાકારક છે. આવા સુપરફૂડને પોતાના આહારમાં સામેલ કરીને દરેક સ્ત્રી પોતાના શરીરને પર્યાપ્ત પોષણ આપી શકે છે અને હંમેશાં પોતાની જાતને ચુસ્ત-તંદુરસ્ત રાખી શકે છે.

આજના સમયમાં મહિલાઓ પર બંને તરફથી કામનો બોજ હોય છે, ઘર સંભાળવું અને સાથે-સાથે કારકીર્દિ પર પણ ધ્યાન આપવું! આ એક પડકાર છે જેની અસર એના શરીર પર થાય છે. એક સ્ત્રીનું શરીર હોર્મોનલ બેલેન્સ બનાવી રાખે છે, હાડકાંની રક્ષા કરે છે, મનના આવેગોને સંભાળે છે, માતા બનવાની તૈયારી કરે છે અને મેનોપૉઝ દરમિયાન શરીરમાં ધીમે-ધીમે થતા પરિવર્તનો સામે લડે પણ છે. આ દરમિયાન, ઘણી સ્ત્રીઓ થાક, માનસિક તણાવ, ઇન્ફ્લેમેશન અને ઇમ્બેલેન્સ નો અનુભવ કરે છે. આ બધાનું કારણ કમજોરી નથી પણ કુપોષણ છે. સ્ત્રીના શરીરને એવા પોષક તત્વોની આવશ્યકતા હોય છે જે એના સુધી પહોંચી શકતા નથી.

આયુર્વેદમાં મહિલાઓના શરીરને પવિત્ર માનવામાં આવ્યું છે, જેને દરરોજ પોષણ પૂરું પાડવું જરુરી છે. અહિં અમે તમને કેટલાક સુપરફૂડ વિશે જણાવીશુ કે, જે દરેક સ્ત્રીએ એના આહારમાં અવશ્ય સામેલ કરવા જોઇએ.

1. શતાવરી- મહિલાઓને સુવાવડના સમયે, માનસિક શાંતિ માટે અને હોર્મોન્સના સંતુલનમાં શતાવરી મદદરુપ થાય છે. વળી, તે શરીરને ઠંડક પ્રદાન કરે છે જેનાથી પેટની ગરમી, હૅવી પીરિયડ્સ અથવા ચીડિયાપણું જેવા લક્ષણોને દૂર કરવામાં મદદ મળે છે. ગરમ દૂધમાં મેળવીને રાત્રે લેવાથી એનો પૂર્ણ ફાયદો મેળવી શકાય છે.

2. કાળા તલ- કૅલ્શિયમ, આયર્ન અને હૅલ્ધી ફેટથી ભરપૂર એવા કાળા તલનું સેવન કરવાથી હાડકાંને પોષણ મળે છે અને હોર્મોનલ બેલેન્સ જળવાઇ રહે છે. વિશેષ કરીને, ડિલીવરી બાદ અને મેનોપૉઝના સમયે એનું સેવન મહિલાઓ માટે ફાયદાકારક હોય છે. એને શેકેલા મસાલાના સ્વરુપમાં, શાક કે ભાતમાં નાખીને પણ ખાઇ શકાય છે.

3. આમળા- વિટામિન C નો ઉત્તમ સ્ત્રોત ગણાતા આમળાના સેવનથી વાળ, ત્વચા, પાચન તથા રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. એક્નેવાળી સ્કિન ધરાવતા લોકોને એના સેવનથી ઘણો લાભ થાય છે. દરરોજ સવારે આમળાનો જ્યુસ સાકર સાથે ભેળવીને પીવાથી વાળ અને ત્વચાની સમસ્યાઓ ઘણી ઓછી થઇ જાય છે.

4. રાગી- કેલ્શિયમ, આયર્ન અને એમિનો એસિડથી ભરપૂર એવી રાગી હાડકાંને મજબૂત બનાવે છે અને વળી, તેનાથી ઊંઘની ગુણવત્તા પણ સુધરે છે. મેનોપૉઝ બાદ હાડકાં નબળા થવાની સમસ્યામાં રાગી અત્યંત ફાયદાકારક છે.

5. ઘી- ઘી શરીરના કોશિકા સમૂહોને પોષણ પ્રદાન કરે છે. તે તણાવના સ્તરમાં ઘટાડો કરે છે, પાચન સુધારે છે તથા શુષ્ક ત્વચાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે જાયફળ મિક્સ કરેલું ઘી ખાવાથી ગાઢ નિંદ્રા આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ

આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…