મુંબઈ
પ્રિયંકા ચોપરા અને તેના બોયફ્રેન્ડ નિક જોનસના વેડિંગની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે.‘ફેશન’માં આ એક્ટ્રેસની કો-સ્ટાર કંગના રનૌતે તેને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે તેની સાથે વાતચીત કરી હતી. કંગનાએ કહ્યું હતું કે, ‘પ્રિયંકા ખૂબ એક્સાઇટેડ અને હેપ્પી હોય એમ જણાયું હતું.’ જોકે, વેડિંગની આ અફવાઓ સાચી છે કે ખોટી એ વિશે તેણે કશું કન્ફર્મ કર્યું નહીં કે ન તો એ વાત તેણે ફગાવી હતી.

એક ફેશન એવોર્ડ્ઝ શોમાં મીડિયા સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું હતું કે, ‘મેં રિસન્ટલી પ્રિયંકા સાથે વાતચીત કરી હતી અને મેં તેને અભિનંદન આપ્યા હતા. તે એક્સાઇટેડ અને ખૂબ ખુશ હોય એમ જણાયું હતું. જો ખરેખર એમ બની રહ્યું હોય તો મને તેની સાથે સેલિબ્રેટ કરવાનું ગમશે. કેમ કે, તે લવલી છે અને તમામ હેપ્પીનેસ માટે તે પાત્ર છે. તે ખૂબ જ ખાસ ફ્રેન્ડ છે.

રિસન્ટલી પ્રિયંકાએ સલમાન ખાનની ‘ભારત’ છોડી હોવાના ન્યૂઝ આવ્યા હતા. એ પછી તરત જ કહેવામાં આવ્યું હતું કે, તેણે નિકની સાથે ઓલરેડી એન્ગેજમેન્ટ કરી લીધા છે અને તે સપ્ટેમ્બરમાં તેની સાથે મેરેજ કરશે. કંગનાને પૂછવામાં આવ્યું કે, પ્રિયંકાએ તેની વેડિંગ ડેટ તેને કન્ફર્મ કરી છે કે નહીં તો ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ની એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘મારી સાથે એ વાત કન્ફર્મ કરી નથી.
