IRCTC Ticket Booking Rules Changed : ભારતીય રેલવેએ મુસાફરો માટે ઓનલાઇન ટિકિટ બુકિંગના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. IRCTC મારફતે થતી રિઝર્વેશન પ્રક્રિયામાં હવે આધાર ઓથન્ટિકેશનને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સાથે જ રેલવે દ્વારા ટિકિટના ભાડામાં પણ નાનો પરંતુ અસરકારક વધારો કરવામાં આવ્યો છે. રેલવેના આ નિર્ણયનો મુખ્ય હેતુ ટિકિટ દલાલો પર અંકુશ લાવવાનો છે.
ટિકિટના ભાડામાં વધારો
રેલવેએ મુસાફરીના ભાડામાં પ્રતિ કિલોમીટર 1થી 2 પૈસા સુધીનો વધારો કર્યો છે. જો કે વધારો નાનો છે, પરંતુ લાંબી મુસાફરીમાં તેની અસર થોડી દેખાઈ શકે છે.
IRCTC ID આધાર સાથે લિંક હોવું ફરજિયાત
હાલમાં રેલવેનો એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP) 60 દિવસનો છે. પરંતુ હવે જે મુસાફરોની IRCTC લોગિન ID આધાર સાથે લિંક નથી, તેઓ પહેલા દિવસે ટિકિટ બુક કરી શકશે નહીં. જો તમારી IRCTC ID આધાર સાથે લિંક છે, તો તમારા માટે એડવાન્સ બુકિંગ 60ના બદલે 59 દિવસ પહેલાં શરૂ થશે.એડવાન્સ રિઝર્વેશનના પહેલા દિવસે ટિકિટ બુક કરવા આધાર લિંક હોવું ફરજિયાત રહેશે.

29 ડિસેમ્બર 2025થી લાગુ નવો નિયમ
29 ડિસેમ્બર 2025 (સોમવાર)થી આધાર વેરિફાઈડ Indian Railway Catering and Tourism Corporation યુઝર્સ માટે જ એડવાન્સ રિઝર્વેશનના પહેલા દિવસે સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઇન ટિકિટ બુકિંગ શક્ય રહેશે. અગાઉ રેલવેએ પહેલા દિવસે માત્ર 15 મિનિટ માટે આધાર ઓથન્ટિકેશન ફરજિયાત રાખ્યું હતું, જે બાદમાં 2 કલાક સુધી વધારવામાં આવ્યું હતું. હવે આ સમયગાળાને વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે.
તબક્કાવાર રીતે લાગુ થશે નિયમ
રેલવે દ્વારા આધાર આધારિત બુકિંગના નિયમોને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે, 29 ડિસેમ્બર 2025થી: સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી આધાર ફરજિયાત, 5 જાન્યુઆરી 2026થી સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી આધાર ફરજિયાત, 12 જાન્યુઆરી 2026થી સવારે 8 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી (પૂર્ણ દિવસ) આધાર ઓથન્ટિકેશન અનિવાર્ય. આ રીતે એડવાન્સ બુકિંગના પહેલા દિવસે હવે માત્ર આધાર વેરિફાઈડ યુઝર્સને જ પ્રાથમિકતા મળશે.
કાઉન્ટર ટિકિટમાં કોઈ ફેરફાર નહીં
રેલવેએ સ્પષ્ટતા કરી છે કે આ તમામ ફેરફારો માત્ર IRCTC ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે જ લાગુ પડશે. રેલવેના કમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટર પરથી લેવાતી ટિકિટમાં કોઈ નિયમ બદલાયો નથી.
વચેટિયા પર કડક કાર્યવાહીનો ઉદ્દેશ
રેલવેનું માનવું છે કે આધાર આધારિત ઓથન્ટિકેશનથી ફેક ID, બલ્ક બુકિંગ અને ટિકિટ દલાલોની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે અને મુસાફરોને સરળતાથી ટિકિટ મળી શકશે.
આ પણ વાંચો: IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસમાં કોર્ટનો નિર્ણય, લાલુ યાદવ પર 420 હેઠળ આરોપો ઘડવામાં આવ્યા
આ પણ વાંચો: ફક્ત આટલા રૂપિયામાં IRCTC નું શાનદાર ટૂર પેકેજ બુક કરો, ફક્ત 9 દિવસમાં 5 જ્યોતિર્લિંગની મુલાકાત લો!
આ પણ વાંચો: તત્કાલ બુકિંગ પહેલા IRCTCની વેબસાઈટ ડાઉન, ટિકિટ બુક ન થવાથી યુઝર્સ પરેશાન
