World News : પેરાસિટામોલ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પ્રેગ્નન્સીમાં પેરાસિટામોલ લેવાથી બાળકમાં ઓટિઝમનું (મગજના સામાન્ય વિકાસને અસર કરે છે) જોખમ વધે છે, એમ તેમનું કહેવું છે. તેમણે આ અંગે ચેતવણી પણ આપી છે. વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કેમને લાગે છે કે અમને ઓટિઝમનો જવાબ મળી ગયો છે.
પ્રેગ્નન્સીમાં મહિલાઓ દ્વારા એસિટામિનોફેન દવાનો ઉપયોગ કરવામાં આવે છે, જે બાળકોમાં ઓટિઝમનું જોખમ વધારે છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો તેમણે સગર્ભા મહિલાઓને ચેતવણી પણ આપી કે તે પેરાસિટામોલનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરે જ્યારે ખૂબ જરૂરી હોય, કારણ કે એ બાળકોમાં ઓટિઝમનું જોખમ વધારી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય પાછળ ટ્રમ્પના આરોગ્ય સચિવ, રોબર્ટ એફ. કેનેડી જુનિયર જવાબદાર છે, જે પર્યાવરણીય પરિબળો અને દવાઓને ઓટિઝમ સાથે જોડવા માટે જાણીતા છે.
ટ્રમ્પે જાહેરાત કરી કે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ગર્ભવતી સ્ત્રીઓ માટે એસિટામિનોફેન લેબલ પર ચેતવણી પણ જાહેર કરશે, જેમાં ગર્ભાવસ્થા દરમિયાન એના ઉપયોગ સામે ચેતવણી આપવામાં આવશે. ટ્રમ્પે કહ્યું- ‘અમે ગર્ભવતી સ્ત્રીઓને કહી રહ્યા છીએ કે જ્યાં સુધી તે તબીબી રીતે જરૂરી ન હોય ત્યાં સુધી એનો ઉપયોગ બિલકુલ ટાળો.’
એસિટામિનોફેનને ભારતમાં પેરાસિટામોલ કહેવામાં આવે છે નોંધનીય છે કે અમેરિકામાં પેરાસિટામોલને એસિટામિનોફેન તરીકે ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતે ટાયલેનોલ જેવી બ્રાન્ડ નામોથી વેચાય છે. આ ચેતવણીને પગલે USFDAએ એના લેબલનો ઉપયોગ બદલવો પડ્યો. ભારતમાં એસિટામિનોફેનને પેરાસિટામોલ તરીકે ઓળખવામાં આવે છે અને દાયકાઓથી ગર્ભાવસ્થા દરમિયાન એને સૌથી સલામત દવા માનવામાં આવે છે. એ જ સમયે USFDA એ ઓટિઝમનાં કેટલાંક લક્ષણોની સારવાર માટે લ્યુકોવોરિનની મંજૂરી શરૂ કરી છે.
હવે ટ્રમ્પના દબાણ હેઠળ FDAએ પેરાસિટામોલનાં લેબલો પર નવી ચેતવણી ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ દાવો થોડો વધારીને કરવામાં આવ્યો છે. કોઈ પણ પ્રશાસનના પ્રથમ વર્ષમાં આટલો મોટો નિષ્કર્ષ કાઢવો શક્ય નથી. પર્યાવરણીય પરિબળો ભૂમિકા ભજવે છે કે કેમ એ નક્કી કરવા માટે ઓટિઝમ પર વધુ ઊંડાણપૂર્વક સંશોધનની જરૂર છે. રોબર્ટ એફ. કેનેડી જુનિયર ઘણાં વર્ષોથી દાવો કરી રહ્યા છે કે વેક્સિન ઓટિઝમમાં વધારો કરવામાં ફાળો આપી શકે છે, જોકે આ વિચારને વૈજ્ઞાનિક રીતે ઘણી વખત રદિયો આપવામાં આવ્યો છે.
શું ભારતમાંથી થતી આયાતને ઘટાડવા આ દાવો કરાયો? ભારતીય ઉત્પાદકો સ્થાનિક જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં પેરાસિટામોલ ફોર્મ્યુલેશન (ટેબ્લેટ્સ, વગેરે)નું ઉત્પાદન કરે છે. આ ફોર્મ્યુલેશન્સ યુ.એસ., યુરોપ, લેટિન અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરેમાં પણ નિકાસ કરે છે.
ભારતની નિકાસનો મોટો હિસ્સો અમેરિકાને મોકલવામાં આવે છે, એવામાં ટેરિફવોર બાદ શું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ દાવો કરીને ભારત પરની નિર્ભરતાને ઓછી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? કારણ કે અમેરિકા ભારતમાંથી પેરાસિટામોલ (જેને એસિટામિનોફેન તરીકે પણ ઓળખવામાં આવે છે) એના ફોર્મ્યુલેશન/જિનેરિક વર્ઝન આયાત કરે છે.
આ પણ વાંચો: World News/“કંપનીએ 5,000 H-1B ધારકોને નોકરી પર રાખીને 16,000 અમેરિકનોને કાઢી મૂક્યા…” ટ્રમ્પ વહીવટીતંત્રે વિઝા ફી વધારવાના નવ કારણોની યાદી આપી છે
આ પણ વાંચો: World News/બગરામ એરબેઝ પરત કરો નહીંતર પરિણામો ભયંકર આવશે: ડોનાલ્ડ ટ્રમ્પ
આ પણ વાંચો: World News/ચાબહાર દ્વારા અમેરિકાએ રશિયા, ઈરાન અને ભારત સામે ઉભો કર્યો પડકાર
