Rajkot News : રાજકોટથી મોટી ખબર આવી છે. જેમાં રમેશ ફેફરે આત્મહત્યા કરી છે. જે પોતાની જાતને ભગવાનનો દસમો અવતાર માનતા હતા. . પ્રાથમિક તપાસમાં એકલતાને લીધે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અગાઉ અનેક વખત વિવાદમાં આવેલ રમેશ ફેફરે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરીને મોત વ્હાલુ કર્યું છે. અગાઉ મીડિયા સમક્ષ પોતે જ ભગવાનનો અવતાર હોવાની વાત કરી હતી.
રાજકોટના કાલાવડ રોડ પર રહેતા રમેશચંદ્ર ફેફર ફરી અનેક વખત વિવાદમાં આવ્યા છે. રાજ્ય સરકારના કલાસ 1 અધિકારી રહી ચુકેલા રમેશ ફેફર પોતે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ અવતાર હોવાનો દાવો કરતા હતા. સરકારે 16 લાખ રૂપિયા પગાર અને 16 લાખ રૂપિયા ગ્રેજ્યુટી ન ચૂકવતા જળસંપતિ વિભાગના સચિવને પત્ર પણ લખ્યો હતો. જેમાં પણ તેને પોતે કલ્કિ અવતાર હોવાનો દાવો કર્યો હતો.
“કોરોના એ પોતાનું જ સુદર્શન છે. જે વિશ્વના 7.5 કરોડ અબજ રક્ષણ સ્વરૂપના મનુષ્યોનો વિનાશ કરશે, એમ રમેશચંદ્ર ફેફરે કહ્યું હતું. જે લોકો સિતારામના જાપ કરશે તે જ બચી શકશે. એટલું જ નહીં પરાશક્તિનો ઉપયોગ કરતો હોવાથી વિજ્ઞાન પણ કાંઈ કરી શકશે નહીં” તેવો દાવો કર્યો હતો. આ વર્ષે ભયંકર દુષ્કાળ પાડવાનો છે, એમ વરસાદને લઈને રમેશચંદ્ર ફેફરે કહ્યું હતું. જેથી ખેડૂતો અત્યાર થી જ ભગવાનના જપ કરવા માંડે.
રમેશ ફેફરે અનેકવાર વિવાદિત નિવેદન કર્યા છે. પરશુરામ ભગવાનની સરખામણી તેમણે રાક્ષસ સાથે કરી હતી અને બ્રાહ્મણોનો નાશ થશે તેવી ભવિષ્યવાણી કરી નાંખી હતી. ચંદ્રયાન-3ના લેન્ડિંગને પણ સરકારનું પબ્લિસિટી સ્ટંટ ગણાવી દીધો. દેશવાસીઓ માટે ગૌરવ સમાન ક્ષણને આ તુચ્છ જીવે 615 કરોડ રૂપિયાના ચૂંટણી પ્રચાર ગણાવી દીધો. રમેશ ફેફર અગાઉ પણ વિવાદિત નિવેદન આપી ચૂક્યો છે.
આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ
આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત
આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત
