Lifestyle: હૅલ્ધી રહેવા માગતા હો તો તમારે વજન નિયંત્રિત કરવાનું અત્યંત જરુરી છે પણ ઘણી વાર લોકો વજન ઘટાડવા માટે ખાણી-પીણીની એવી કુટેવો અપનાવી લે છે અને એવી ભૂલો (Weight Loss Mistakes) કરે છે કે જેનાથી શરુ-શરુમાં તો વજન ઘટે છે પણ લાંબા સમયે મેટાબોલિઝમ સ્લો થઇ જાય છે! આવું થવાથી સ્થૂળતા (Obesity) ઓછી કરવાનું કઠિન બને છે.
વજન ઘટાડવા માટે મોટાભાગના લોકો ડાયેટિંગ કરવું, લો ફૅટ ખોરાક ખાવો અને ડાયેટ ફૂડ પર નિર્ભર રહેવાનું વધારે પસંદ કરે છે. ડાયેટ નિષ્ણાતોના મતે, આપણે ભારતીયો વજન ઘટાડવા માટેના પ્રયાસોમાં કેટલીક એવી ભૂલો કરી બેસે છે કે જેના કારણે આગળ જતા વજન ઓછું કરવાનું કઠિન બની જાય છે!!

વજન ઘટાડવા માટેના પ્રયાસોમાં થતી ભૂલો (Weight Loss Mistakes)
નિષ્ણાતો એવું કહે છે કે, વજન નિયંત્રિત કરવામાં (Weight Control) અને સ્થૂળતાને ઘટાડવામાં 99% ભારતીયો આ ભૂલો કરે છે જેના કારણે લાંબા સમય સુધી વજન ઓછું કરવું અને એ જાળવી રાખવાનું કઠિન બને છે.
કેલરી ઓછી કરવા ખાવાનું ટાળવું
ઓછી કેલરી લેવી એ સારી બાબત છે પરંતુ, મોટાભાગના લોકો દિવસમાં એક વાર ખાવાના ચક્કરોમાં પડીને નાસ્તો અને ડિનર (Breakfast & Dinner) કરવાનું પણ છોડી દેતા હોય છે! જ્યારે લાંબા સમય સુધી શરીરને પોષણથી વંચિત રાખવાની ઊંધી અસરો થઇ શકે છે. જ્યારે પણ શરીર ભોજનની કમીને મહેસૂસ કરે છે ત્યારે એ ઊર્જા બચાવવા માટે પોતાનું મેટાબોલિઝમ (Metabolism) ધીમુ કરી દે છે. આના પરિણામે, કેલરી બર્ન થવાની જગ્યાએ જમા થાય છે અને ફેટ સ્ટોરેજ થવાની સંભાવનાઓ વધી જતી હોય છે! જ્યારે, મેટાબોલિઝમ ઝડપી બનાવવા માટે અને શુગર કંટ્રોલ (Sugar Control) કરવા માટે સમયસર જમવું જરુરી છે.

પર્યાપ્ત પ્રોટીન ન લેવું
હૅલ્ધી વેઇટ મેન્ટેઇન કરવા માટે પ્રોટીન (Protein) સૌથી આવશ્યક પોષક તત્વો પૈકીનું એક છે. પરંતુ, મોટાભાગના ભારતીયોના ડાયેટમાં પ્રોટીનની ઉણપ હોય છે. પર્યાપ્ત પ્રોટીનનું સેવન માંસપેશીઓને બનાવી રાખવા માટે મદદ કરે છે અને મેટાબોલિઝમ ઝડપી બનાવે છે.
પ્રોટીન ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે દિવસ દરમિયાન વારંવાર ખાવાથી બચી જાઓ છો. શરીર પ્રોટીનને પચાવવા માટે વધારે ઊર્જાનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, પ્રોટીનનું સેવન આખા દિવસ દરમિયાન ખર્ચાનારી કેલરીની માત્રા વધારવામાં પણ સહાય કરી શકે છે. આ માટે વિવિધ પ્રકારની દાળ, ઇંડા, ટોફૂ, ડેરી ઉત્પાદનો, સૂકો મેવો અથવા તો ઓછી ચરબીયુક્ત મીટ (Lentils, Eggs, Tofu, Dairy products, Dry fruits or low-fat meats) પણ તમે ખાઇ શકો છો.
ઓછી કેલરીયુક્ત ભોજન
ક્રેશ ડાયેટ (Crash Diet)ના ચક્કરોમાં પડીને ઘણા લોકો ઓછી કેલરી વાળો આહાર લેતા જોવા મળે છે. આમ કરવાથી ભલે ને ઘણી ઝડપથી વજન ઓછું થતુ હોય પણ આની તકલીફ એ છે કે, અત્યંત ઓછી કેલરીવાળું ભોજન ખાવાથી મેટાબોલિઝમ ધીમુ પડી શકે છે અને મસલ્સ પણ ઓગળી શકે છે. જ્યારે પણ શરીરને પૂરતા પ્રમાણમાં ઊર્જા પ્રાપ્ત નથી થતી ત્યારે એ એનર્જી સેવિંગ મોડ પર જતું રહે છે અને એના કારણે લાંબા સમય સુધી વજન ઘટાડવું મુશ્કેલ બને છે! આથી જ વજન ઘટાડવા માટે બેલેન્સ ડાયેટ ઉપરાંત, ધીમે-ધીમે કેલરી ઓછી કરવી અનેકગણું ફાયદાકારક સિદ્ધ થાય છે.

વેઇટ ટ્રેનિંગ અને ફિઝીકલ એક્ટિવિટીની કમી
કેટલાક લોકો વળી વજન ઘટાડવાના પ્રયત્નોમાં શારીરિક પ્રવૃત્તિઓ છોડીને કેવળ ડાયેટ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે વ્યાયામ કરવાથી, વિશેષ રુપે વેઇટ ટ્રેનિંગ (Weight Training)થી મસલ્સ બનાવવામાં મદદ મળે છે. આ કરસતો (Exercises) હૅલ્ધી મેટાબોલિઝમને જાળવી રાખવામાં મદદ કરે છે. આથી જ વર્ક આઉટ બાદ અને એટલું જ નહિં પરંતુ, આરામ કરવા દરમિયાન પણ તમારી કેલરી બળે છે. આથી જ હંમેશા પાવર એક્સર્સાઇઝ, યોગ, રેઝીસ્ટન્સ ટ્રેનિંગ અથવા તો દરરોજ ચાલવા જવાની આદતોને તમારી દિનચર્યામાં અપનાવવી જોઇએ.

પેકેટ ફૂડ અને ડાયેટ ફૂડ
વજન ઘટાડવા માટે ઘણી વાર લોકો ઓછી ફેટ, ડાયેટ ફૂડ અને હૅલ્ધી લેવલ વાળા પેકેટ ફૂડ (Packet Food) ને પોતાના રોજીંદા ભોજન તરીકે સામેલ કરી લેતા હોય છે પરંતુ, ઘણી વાર એ અત્યંત પ્રોસેસ્ડ ફૂડ હોય છે જેમાં ખાંડ, કેમિકલ અને મીઠાની માત્રા અનેકગણી વધારે હોઇ શકે છે. આવો પેક આહાર ખાવાના બદલે ઘરનું બનેલું શુદ્ધ અને તાજુ ભોજન ખાવું હિતાવહ છે. ડાયેટમાં જાડા અનાજ અર્થાત્ શ્રી અન્ન (Shree Anna)ની માત્રા વધારવી જોઇએ. ખોરાકમાં શાકભાજી, ફળ, જાડા અનાજ, દાળ, મેવા અને પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થોને સામેલ કરવા જોઇએ.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: ગ્રીન ટી કે લીંબુ પાણી…વજન ઘટાડવા માટે વધુ ફાયદાકારક શું છે? જાણીએ શ્રેષ્ઠ વેઇટ લોસ ટિપ્સ…
આ પણ વાંચો: નાસ્તામાં બનાવો ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા…વજન પણ નહિં વધે અને સ્વાદ પણ સંતોષાશે…હૅલ્ધી રેસિપી..!
