Lifestyle/ સોયા ચાપમાં શું સાચે જ પ્રોટીન હોય છે ખરું? જાણીએ, શું કહે છે ડાયાટીશિયન….!

Soya Chaap (સોયા ચાપ)ને શાકાહારીઓ અત્યંત ટેસ્ટી વ્યંજન માને છે અને એને લોકો નૉનવેજના વિકલ્પ સ્વરુપે જોતા હોય છે. એમાં પ્રોટીન હોય છે કે નહિં એ વિશે…

Trending Food Health & Fitness Lifestyle
Soya Chaap, સોયા ચાપ, પ્રોટીન

Lifestyle: સોયા ચાપ (Soya Chaap)ને મહદ્અંશે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે પરંતુ, ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયાટીશિયન આ અંગે શો મત છે? એમનું કહેવું છે કે આ મોટેભાગે એક પ્રોસેસ્ડ ફૂડ (Processed Food) હોય છે જેમાં મેંદો, ગ્લૂટન, તેલ અને વિવિધ ફ્લેવર્સ સામેલ હોય છે. આ વાનગી (Soya Chaap)ને ખાવી કેટલી યોગ્ય છે એ વિશે આ લેખમાં જાણીશું…

શાકાહારીઓ (Vegetarians) માટે સોયા ચાપ (Soya Chaap)ને એક અત્યંત ટેસ્ટી વ્યંજન માનવામાં આવે છે અને એને લોકો નૉનવેજ (Non-veg)ના વિકલ્પ સ્વરુપે જોતા હોય છે કારણ કે, સોયા ચાપને મુખ્યત્વે સોયાબીન અને મેંદા (Soybeans and Refined flour) ને મિક્સ કરીને બનાવવામાં આવે છે. મેંદાના સ્થાને ક્યારેક-ક્યારેક ઘઉંનો લોટ કે બેસન (Wheat Flour or Besan) પણ ભેળવીને બનાવવામાં આવે છે. આ વાનગીને બની ગયા પછી એક લાકડી કે સ્ક્રૂઅર પર લપેટવામાં આવે છે જેથી એનો આકાર ચાપ જેવો બની જાય છે. આમ તો સોયાબીનમાંથી બનતી આ વાનગીને પ્રોટીનનો ઉત્તમ સોર્સ (Protein Source) માનવામાં આવે છે પરંતુ શું આ ખરેખર સત્ય છે ખરું? સોયા ચાપ (Soya Chaap)માં પ્રોટીન હોય છે કે નહિં એ વિશે મતમતાંતર ઊભા થાય છે, પણ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ કે ડાયાટીશિયન પાસેથી જ આનો ઉચિત જવાબ મળી શકશે.

Soya Chaap, સોયા ચાપ, પ્રોટીન

તમામ આહારને વગર વિચાર્યે હાઈ પ્રોટીન સમજીને એમનુ સેવન ન કરવું

આહારમાં પ્રોટીન (Protein) શિરમોર ગણવામાં આવે છે, એને ‘ફિટનેસ હીરો’ પણ કહેવાય છે! વજન ઘટાડવું હોય કે કેવળ ફિટ અને હૅલ્ધી (Fit & Healthy) રહેવું હોય, બંને બાબતમાં દરેક વ્યક્તિ એક જ સલાહ આપતા જોવા મળે છે કે પ્રોટીન વધારે ખાવું! પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જે ચીજવસ્તુઓ તમે દરરોજ ‘હાઈ પ્રોટીન ફૂડ્સ’  સમજીને ખાઇ રહ્યાં છો એ ખરેખર તમને કેટલી ફાયદાકારક છે ખરી? આ હૅલ્થ વિષયક મહત્વપૂર્ણ બાબત છે અને એના વિશે જાણવું ઘણું જ જરુરી છે.

ઘણી વાર આપણે આ તમામ આહારને વગર વિચાર્યે હાઈ પ્રોટીન સમજીને એમનુ સેવન કર્યા જ કરીએ છીએ, પરંતુ એમાં પ્રોટીનની માત્રા બહુ જ ઓછી હોય છે અથવા તો એમાં એટલી વધારે ફેટ, શુગર કે કેલરી (Fat, Sugar, Calories) હોય છે કે એનાથી ફાયદો ઓછો, અને નુકસાન ઝાઝું થાય છે!

શરીર પર પ્રોટીનની અસરો એ વિષય પર વૈશ્વિક સ્તરે અનેક અભ્યાસ થયા છે, કેવળ સ્ટડી જ નહિં પણ કેટલાય મેટા-એનાલિસિસ (Meta Analysis) પણ થયા છે. આ તમામ અધ્યયનો દ્વારા એક બાબત સ્પષ્ટ છે કે, રેઝિસ્ટન્સ ટ્રેનિંગ (Resistance Training)ની અર્થાત્ વેઇટ ટ્રેનિંગ (Weight Training)ની સાથોસાથ જો પ્રોટીનની માત્રા વધારવામાં આવે તો એનો થોડોક ફાયદો અવશ્ય થાય છે. પરંતુ કેટલાક રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે પ્રોટીન વધારવાથી શરીર પર કોઇ ખાસ અસર પડતી નથી.

Soya Chaap, સોયા ચાપ, પ્રોટીન

શું કહે છે ડાયાટીશિયન?

ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ તથા ડાયાટીશિયન (Dietician)ના મતે, મોટા ભાગે તો માર્કેટમાં તૈયાર મળતા સોયા ચાપ (Soya Chaap)ને લોકો પ્રોટીન સમજીને ઉત્સાહથી ખાતા જોવા મળે છે પરંતુ, એ વાસ્તવમાં પ્રોટીન નથી પણ મહદ્અંશે પ્રોસેસ્ડ ફૂડની કેટેગરીમાં સમાવિષ્ટ છે! બજારમાં મળનારા સોયા ચાપ શુદ્ધ સોયા પ્રોટીન છે જ નહિં પણ મેંદો, ગ્લૂટેન, તેલ, મીઠું (Salt) અને ફ્લેવરિંગનું મિશ્રણ છે જેમાં ફેટ, સોડિયમ (Fat, Sodium) તથા રિફાઇન્ડ કાર્બ્સ અત્યાધિક માત્રામાં હોય છે અને પ્રોટીનની માત્રા અપેક્ષાકૃત ઘણી જ ઓછી હોય છે!

સોયા ચાપ (Soya Chaap)માં પ્રોટીન તો હોય જ એ અર્ધસત્ય

તમને જાણીને નવાઇ લાગશે કે, સોયા ચાપ (Soya Chaap)માં પ્રોટીન તો હોય જ છે પણ એ અર્ધસત્ય છે કારણ કે, પ્રોટીનની સાથોસાથ આ વાનગીમાં ઘણું જ પ્રોસેસિંગ કરવામાં આવેલું હોય છે અને એ મેંદા અને કેમિકલ એડિટિવ્સથી લબાલબ હોય છે જે હૅલ્થ (Health)ને નુકસાન પહોંચાડી શકે છે!

આ જ પ્રમાણે, પ્રોસેસ્ડ ચાપને દરરોજ હાઈ-પ્રોટીન ફૂડ (High-Protein Food) સમજીને ખાધા કરવાથી શરીરમાં સોજા અર્થાત્ ઇન્ફ્લેમેશન, વજન વધવું, બ્લડ શુગર (Blood Sugar) વધવું અને લિપિડ પ્રોફાઇલ પર નકારાત્મક અસરો થવી એની સંભાવનાઓ વધી જાય છે.

Soya Chaap, સોયા ચાપ, પ્રોટીન

ડાયાટીશિયન જણાવે છે કે, જો પ્રોટીનની આવશ્યકતા પૂર્ણ કરવી હોય તો દાળ, રાજમા, ચણા, સ્પ્રાઉટ્સ, પનીર, ટોફૂ વગેરે જેવા કુદરતી અને ઓછા પ્રોસેસ્ડ સ્ત્રોત ઉત્તમ રહેશે. ખાસ કરીને, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ તરીકે વેચાતા સોયા ચાપ (Soya Chaap)ને કેવળ જીભનો સ્વાદ સંતોષવા માટે ક્યારેક-ક્યારેક ખાવાનો વાંધો નથી પણ રોજના પ્રોટીનની જરુરિયાત પૂર્ણ કરવાનો આ કોઇ પણ પ્રકારે વિશ્વાસપાત્ર સ્ત્રોત નથી એનું ધ્યાન રાખવું જોઇએ.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વધારે પડતા પ્રોટીનથી ખરેખર તાકાત વધે ખરી? હાર્ટ પર શી અસર કરે છે? જાણીએ, એક્સપર્ટ પાસેથી..!

આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!