Not Set/ પેટ્રોલ – ડીઝલના ભાવમાં ભડકો યથાવત, અમદાવાદમાં પેટ્રોલની કિંમત પહોચી ૮૦ રૂ.ને પાર

અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલો ભાવવધારો ગુરુવારે પણ યથાવત જોવા મળી રહ્યો છે. રૂપિયાની સામે અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ પાથલ બાદ ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ગણેશ ચતુર્થીના દિવસે ઓઈલના ભાવોમાં થયેલા વધારા બાદ કિંમતો આસમાને પહોંચી ગઈ છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૧ રૂપિયા […]

Trending Business

અમદાવાદ,

છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલો ભાવવધારો ગુરુવારે પણ યથાવત જોવા મળી રહ્યો છે. રૂપિયાની સામે અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ પાથલ બાદ ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ગણેશ ચતુર્થીના દિવસે ઓઈલના ભાવોમાં થયેલા વધારા બાદ કિંમતો આસમાને પહોંચી ગઈ છે.

રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૧ રૂપિયા અને ડીઝલની કિંમત ૭૩.૦૮ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઈ છે.

business-petrol-diesel-price-today-crude-oil-rupee-fall-ahmedabad-international market

જયારે આર્થિક રાજધાની મુંબઈમાં એક લીટર પેટ્રોલ ૮૮ રૂપિયા અને ડીઝલ ૭૭.૫૮ રૂપિયા પ્રતિ લીટર, કોલક્ત્તામાં પેટ્રોલ ૮૨.૮૭ રૂપિયા અને ડીઝલ ૭૪.૯૩ તેમજ ચેન્નઈમાં પેટ્રોલ ૮૪.૧૯ રૂપિયા અને ડીઝલ ૭૭.૨૫ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.

ગુજરાતના મેટ્રો સીટીના ભાવ :

 શહેર પેટ્રોલ ડીઝલ
અમદાવાદ         ૮૦.૦૯ ૭૮.૩૯
વડોદરા ૭૯.૮૨ ૭૮.૧૨
રાજકોટ ૭૯.૯૧ ૭૮.૨૨
સુરત ૮૦.૦૧ ૭૮.૪૨

બીજી બાજુ ભારતીય રૂપિયા અમેરિકી ડોલરની સામે ૭૨.૧૮ના સ્તર પર પહોચ્યો છે.

તુર્કીમાં ચાલી રહેલું સંકટ અને ટ્રેડવોર છે મુખ્ય કારણ

તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ઈમરજિંગ ઈકોનોમીને લઈ રોકાણકારો રૂપિયામાં હવે રોકાણ કરવાથી બચી રહ્યા છે, તેની સીધી જ અસર ડોલરની ડિમાંડ વધવાના કારણે રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે.

આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરની પણ નોધપાત્ર અસર રૂપિયા પર જોવા મળી રહી છે