Mumbai/ માણસ ક્યા ગઇ તારી માનવતા, આ શખ્સે કર્યો 30 કૂતરાઓ પર દુષ્કર્મ

Man, where has your humanity gone? This person has committed atrocities on 30 dogs

India Trending

લાગે છે હવે દુનિયામાંથી માનવતા મરી પરવારી હોય તેવુ લાગી રહ્યુ છે. આજનાં કહેવાતા કળયુગમાં હવસનો શિકાર માત્ર માણસ જ નહિ પરંતુ મૂંગા પ્રાણીને પણ બનાવામાં આવે છે. આવો એક કિસ્સો બન્યો છે જે જાણીને આપના  પગ નીચેથી જમીન સરકી જશે.

આ કિસ્સો જાણ્યા બાદ તમે પણ કહેશો કે માણસ ક્યા ગઇ તારી માનવતા. મુંબઈથી કૂતરાઓ પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. મુંબઇના અંધેરીમાં રહેતા 68 વર્ષના વૃદ્ધ અહેમદ શાહે એક-બે નહી, પરંતુ 30 કૂતરાઓ સાથે દુષ્કર્મ કર્યું હતુ. કૂતરા પર દુષ્કર્મ કરતી વખતે એક શખ્સે અહેમદ શાહનો વીડિયો બનાવ્યો, જેના પરથી અહેમદ શાહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં આરોપી અહેમદ શાહની ધરપકડ કરી છે. જ્યારે મામલો સામે આવ્યો ત્યારે સોશિયલ મીડિયા પર અસરગ્રસ્ત કૂતરાઓને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે.

હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર  #SorrySheru ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ #SorrySheru પર ટ્વીટ કરીને પીડિત કૂતરાઓને ન્યાયની માંગ કરી રહ્યા છે. આ સમગ્ર કિસ્સામાં, યુઝર્સ  લીબ્રલ્સની પણ ખૂબ ટીકા કરે છે, જે પ્રાણીઓ વિશે વિવિધ ટ્વીટ કરે છે જ્યારે આ કિસ્સામાં તેમના મોં પર તાળા લાગી ગયા છે. મળતી માહિતી મુજબ, 68 વર્ષીય આરોપી અહેમદ શાહ વ્યવસાયે શાકભાજીનો વેપારી છે. આ ઉપરાંત આરોપીના પરિવારજનોએ પણ એહમદનો કૂતરા સાથેનો દુષ્કર્મ કરતો વીડિયો બનાવનાર વ્યક્તિને માર માર્યો છે. ધરપકડ કર્યા પછી આરોપીએ કહ્યું કે, તેણે કૂતરાઓ સાથે જે કંઇ કર્યું છે તે ગુનો નથી. હાલ પોલીસે ગુનો નોંધી આરોપી અહેમદ શાહ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.