New Delhi News/ સરકારનો ફિલ્મ પાઇરસી પર પ્રહાર, 5 હજાર ટેલિગ્રામ ચેનલો અને 1,263 વેબસાઇટ્સ બંધ

કેન્દ્ર સરકારે Movie Piracy સામે કરી કાર્યવાહી, 4,996 ટેલિગ્રામ ચેનલો અને 1,263 વેબસાઇટ્સ સહિત 7,393 URL બ્લોક કરવાનો આદેશ

India Breaking News Entertainment
movie piracy

New Delhi News: ભારતમાં ફિલ્મ Movie Piracy સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. ફિલ્મોના ગેરકાયદે ઓનલાઈન પ્રસારણને રોકવા માટે સરકારે 4,996 ટેલિગ્રામ ચેનલો, 1,263 વેબસાઇટ્સ સહિત કુલ 7,393 URL નિષ્ક્રિય કરવાનો આદેશ આપ્યો છે. સરકારનું કહેવું છે કે ફિલ્મ પાઇરસીના કારણે ભારતીય ફિલ્મ ઉદ્યોગને દર વર્ષે અંદાજે 20,000 કરોડથી વધુનું નુકસાન થાય છે.

Movie Piracy પર રોક લગાવવા સરકારે કરી કાર્યવાહી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફિલ્મોના ગેરકાયદે ઓનલાઈન પ્રસારણ સામે મોટી કાર્યવાહી કરી છે. એન્ટી-પાઇરસી અભિયાન હેઠળ 4,996 ટેલિગ્રામ ચેનલો (Telegram Channel), 1,263 વેબસાઇટ્સ (Website)અને કુલ 7,393 URL બ્લોક કરવા માટે મધ્યસ્થીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. ફિલ્મો રિલીઝ થતાં જ ગેરકાયદે રીતે ઓનલાઈન ઉપલબ્ધ થતી હોવાથી નિર્માતાઓ અને ફિલ્મ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. આ કાર્યવાહીનો હેતુ ફિલ્મોના કોપીરાઇટનું રક્ષણ કરવાનો છે.

સિનેમેટોગ્રાફ સુધારા કાયદા બાદ કાર્યવાહી વધુ કડક

સિનેમેટોગ્રાફ (સુધારા) અધિનિયમ, 2023 દ્વારા સિનેમેટોગ્રાફ અધિનિયમ, 1952માં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. નવી કલમ 7(1B)(ii) હેઠળ સરકારને IT Act, 2000ની કલમ 79(3) મુજબ પાઇરેટેડ સામગ્રી હોસ્ટ કરતી વેબસાઇટ્સ અને અન્ય મધ્યસ્થીઓ સામે કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.

IT Rules હેઠળ કન્ટેન્ટ દૂર કરવાની જોગવાઈ

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ, 2021 અનુસાર જો કોઈ ગેરકાયદે સામગ્રી અંગે કોર્ટ અથવા સરકાર તરફથી સૂચના મળે તો સંબંધિત મધ્યસ્થીએ તે સામગ્રી દૂર કરવી અથવા તેની ઍક્સેસ બંધ કરવી ફરજિયાત છે. ફિલ્મ પાઇરસીની ફરિયાદ મળતાં જ માહિતી અને પ્રસારણ મંત્રાલય સંબંધિત પ્લેટફોર્મને ટેકડાઉન નોટિસ મોકલે છે અને કન્ટેન્ટ ઝડપથી દૂર કરવાની કાર્યવાહી કરે છે.

સંયુક્ત સચિવને અપાઈ વિશેષ સત્તા

સરકારે માહિતી અને પ્રસારણ મંત્રાલય (Information and Broadcasting Ministry)ના સંયુક્ત સચિવ (ફિલ્મ્સ)ને IT Rules, 2021 અને સિનેમેટોગ્રાફ અધિનિયમ હેઠળ કન્ટેન્ટ ટેકડાઉન નોટિસ જારી કરવાની સત્તા આપી છે. ફિલ્મોની પાઇરેટેડ નકલો અંગે કોપીરાઇટ ધારકો પાસેથી ફરિયાદો મેળવવા અને તે અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે મંત્રાલયમાં અલગ સંસ્થાકીય વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આ માહિતી માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને લોકસભામાં લેખિત જવાબમાં આપી હતી.


આ પણ વાંચો: ‘રામાયણમ્’ પર મોટો વિવાદ: શ્રી રામલીલા મહાસંગઠને આપ્યું અલ્ટીમેટમ, ‘રિલીઝ પહેલાં ફિલ્મ બતાવો અથવા વિરોધ માટે તૈયાર રહો’

આ પણ વાંચો: રેમો ડિસોઝાની આગામી ફિલ્મમાં ફેરફાર; ટાઈગર, એલ્વિશ યાદવ સાથે સ્ક્રીન શેર કરશે પશ્મિના અને નુસરત

આ પણ વાંચો: દસમા દિવસે પણ બોક્સ ઓફિસ પર ‘જન નાયકન’નો દબદબો! થલાપતિ વિજયની ફિલ્મે 7 મોટી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા