Entertainment News/ ‘રામાયણમ્’ પર મોટો વિવાદ: શ્રી રામલીલા મહાસંગઠને આપ્યું અલ્ટીમેટમ, ‘રિલીઝ પહેલાં ફિલ્મ બતાવો અથવા વિરોધ માટે તૈયાર રહો’

રણબીર કપૂર અને યશ સ્ટારર ફિલ્મ ‘રામાયણમ્’ (Ramayanam)પર વિવાદ શરૂ થયો છે. શ્રી રામલીલા મહાસંગઠને નિતેશ તિવારીને પત્ર લખી રિલીઝ પહેલાં સ્ક્રિનિંગની માંગ કરી છે. માંગ ન સંતોષાય તો સિનેમાઘરો બહાર વિરોધની ચેતવણી આપી છે.

Entertainment film industry Trending
Clouds of controversy gather over 'Ramayanam'

Entertainment News : રણબીર કપૂરની આગામી બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણમ્’ (Ramayanam) ને લઈને રિલીઝ પહેલાં જ ધાર્મિક વિવાદ ઘેરો બનવા લાગ્યો છે. વર્ષ 2023માં આવેલી ‘આદિપુરુષ’ (Adipurush)ફિલ્મમાં થયેલી ગંભીર ભૂલો અને ધાર્મિક સનાતની ભાવનાઓને પહોંચેલા આઘાતને ધ્યાનમાં રાખીને શ્રી રામલીલા મહાસંગઠને ફિલ્મ નિર્માતાઓને આકરી ચેતવણી આપી છે. મહાસંગઠને માંગ કરી છે કે આ ફિલ્મને વૈશ્વિક સ્તરે રિલીઝ કરતાં પહેલાં સંગઠનની વિશેષ ટીમ માટે પ્રીવ્યૂ સ્ક્રિનિંગ યોજવામાં આવે. જો ફિલ્મમાંથી વિવાદિત દ્રશ્યો (Controversial scenes)અને સંવાદો નહીં હટાવાય, તો દેશભરના સિનેમાઘરો (Cinemas)બહાર મોટો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

‘આદિપુરુષ'(Adipurush) જેવી ભૂલોનું પુનરાવર્તન સહન નહીં થાય

શ્રી રામલીલા મહાસંગઠન (Shri Ramlila Mahasangathan)ના પ્રમુખ અર્જુન કુમારે ડિરેક્ટર નિતેશ તિવારી અને પ્રોડક્શન હાઉસને એક સત્તાવાર પત્ર લખીને આ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ‘આદિપુરુષ’માં દર્શાવાયેલી કાળા રંગની લંકા અને રાવણના પાત્રના ખોટા ચિત્રણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આપણી પૌરાણિક કથાઓ અને પરંપરાગત રામલીલાની મર્યાદાઓ સાથે ચેડાં સાંખી લેવાશે નહીં. મહાસંગઠનને અંદેશો છે કે ‘રામાયણમ્’માં પણ એવા કેટલાક સીન હોઈ શકે છે જે દેશ-વિદેશના હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી શકે છે.

RAM SITA

સ્પેશિયલ પ્રીવ્યૂની માંગ અને થિયેટરો બહાર વિરોધની ચેતવણી

અર્જુન કુમારે પત્રમાં સ્પષ્ટતા કરી છે કે કોઈપણ સંભવિત વિવાદિત અથવા આપત્તિજનક સીન કે ડાયલોગને રિલીઝ પહેલાં જ ઓળખીને દૂર કરવા જરૂરી છે. જો ફિલ્મમેકર્સ તેમની આ પ્રીવ્યૂ સ્ક્રિનિંગની માંગનો સ્વીકાર નહીં કરે, તો શ્રી રામલીલા મહાસંગઠન અન્ય હિન્દુ સંગઠનો સાથે મળીને દિલ્હી સહિત દેશના તમામ મુખ્ય શહેરોના સિનેમાઘરો બહાર ઉગ્ર નિદર્શન અને વિરોધ પ્રદર્શન કરશે.

RAAM

‘રામાયણમ્’ના ગ્રાન્ડ ટ્રેલરમાં સામે આવી અદ્ભુત ઝલક

આ વિવાદ વચ્ચે ફિલ્મના ઝળહળતા ટ્રેલરે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયેલા ટ્રેલરની શરૂઆત યશ ના રાવણ અવતાર સાથે થાય છે, જ્યાં તે ત્રણેય લોક પર પોતાના શાસનની ઘોષણા કરે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુના રામ અવતાર તરીકે રણબીર કપૂર ની ધમાકેદાર એન્ટ્રી થાય છે. રાજર્ષિ દશરથ તરીકે અરૂણ ગોવિલ રામનો પ્રજા સાથે પરિચય કરાવે છે. સાઈ પલ્લવી સીતાના રોલમાં અને રવિ દુબે લક્ષ્મણના રોલમાં નજરે પડે છે. ટ્રેલરમાં સીતા સ્વયંવર, કેકેયીના વચનથી 14 વર્ષનો વનવાસ અને શૂર્પણખા (રકુલ પ્રીત સિંહ) ના પ્રસંગો ખુબ જ ભવ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે.

RAVANA

2026 અને 2027ની દિવાળીએ બે ભાગમાં રિલીઝ થશે ફિલ્મ

નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ મેગા બજેટ ફિલ્મમાં સન્ની દેઓલ ભગવાન હનુમાનની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મનું ભવ્ય સંગીત હોલીવુડના ઓસ્કાર વિજેતા હંસ ઝિમર અને એ.આર. રહમાન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પૌરાણિક મહાકાવ્ય આધારિત ફિલ્મ ‘રામાયણમ્: પાર્ટ 1’  આગામી 2026ની દિવાળીએ થિયેટરોમાં ધૂમ મચાવશે, જ્યારે તેનો બીજો ભાગ ‘રામાયણમ્: પાર્ટ ૨’ 2027ની દિવાળીએ રિલીઝ કરવાનું આયોજન છે.


આ પણ વાંચો :‘Toxic’ માં પોતાના રોલ વિશે કિયારા અડવાણીનો ધમાકેદાર ખુલાસો: કહ્યું- “હું વર્ષોથી આવા જ વિશિષ્ટ પાત્રની રાહ જોઈ રહી હતી”

આ પણ વાંચો :‘ધ પેરાડાઇઝ’માંથી રાઘવ જુયાલનો વિલન અવતાર જાહેર: નાની સાથે ‘વિક્રમ મલિક’ બનીને મચાવશે ધમાલ!

આ પણ વાંચો :રેમો ડિસોઝાની આગામી ફિલ્મમાં ફેરફાર; ટાઈગર, એલ્વિશ યાદવ સાથે સ્ક્રીન શેર કરશે પશ્મિના અને નુસરત