નવી દિલ્હી,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચાર ટેસ્ટની શ્રેણીની પહેલી મેચ ૬ ડિસેમ્બરના રોજથી એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ ખાતે રમાવાની છે. આ સાથે એડિલેડમાં ભારતીય ટીમ ૧૨મી ટેસ્ટ મેચ રમવા માટે મેદાને ઉતરશે.
આ ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો, અત્યારસુધીમાં ભારતીય ટીમે ૧૩ ટેસ્ટ મેચ રમી છે, જેમાં માત્ર એક જ ટેસ્ટ મેચ ભારત જીતી શક્યું છે, જયારે ૭માં હાર અને ૩ મેચ ડ્રો રહી છે.

એડિલેડમાં વર્ષ ૨૦૦૩માં ભારતે પ્રથમ મેચ જીતી હતી. આ ટેસ્ટ મેચના હીરો ભારતની વોલ કહેવાતા રાહુલ દ્રવિડ રહ્યા હતા, ત્યારબાદ હવે ૬ ડિસેમ્બરથી શરુ થઇ રહેલી પ્રથમ ટેસ્ટ જીતીને વિરાટ બ્રિગેડ આ જાદુ વધુ એકવાર કરી શકે છે.
વર્ષ ૨૦૦૩માં રમાયેલી મેચની વાત કરવામાં આવે તો, રાહુલ દ્રવિડની ૨૩૩ રનની શાનદાર ઇનિંગ્સના સહારે ભારતે પ્રથમ ઇનિંગ્સમાં ૫૨૩ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો.

જો કે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિગ્સમાં ૩૩ રનની લીડ મેળવી હતી, પરંતુ ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં અજીત અગરકરની ઘાતક બોલિંગ સામે માત્ર ૧૯૬ રનમાં જ ઓલઆઉટ થઇ ગયું હતું
આ સાથે જ ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા ૨૩૩ રનના તાર્ગેતને ભારતે ૪ વિકેટના નુકશાને વટાવ્યો હતો અને શાનદાર જીત મેળવી હતી. બીજી ઇનિંગ્સમાં પણ રાહુલ દ્રવિડે અણનમ ૭૨ રન કર્યા હતા.
