World News/ ટ્રમ્પની કેનેડાને ચીન સાથે વેપાર સામે ચેતવણી, ગ્રીનલેન્ડમાં ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ સિસ્ટમનો પ્લાન

ટ્રમ્પ ગ્રીનલેન્ડમાં “ગોલ્ડન ડોમ” મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સ્થાપિત કરવા માંગે છે, જેનો કેનેડા અને યુરોપિયન દેશો વિરોધ કરે છે.

World Trending
ટ્રમ્પ

Us News: યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડને લઈને ફરી ચર્ચામાં આવ્યા છે. ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો મેળવવા માટે કોઈપણ હદ સુધી જવાની તૈયારી દર્શાવી રહ્યા છે, જેના કારણે અમેરિકાના સહયોગી દેશોમાં અસંતોષ ફેલાયો છે.

આ મુદ્દે ટ્રમ્પ અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ગ્રીનલેન્ડને લઈને થયેલા નિવેદનોને કારણે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ટ્રમ્પ

મળતી માહિતી મુજબ યુએસ પ્રમુખ ટ્રમ્પ ગ્રીનલેન્ડમાં ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે, પરંતુ કેનેડા, યુરોપિયન દેશો સાથે મળીને તેનો વિરોધ કરે છે. ટ્રમ્પે કેનેડાને ચેતવણી આપી હતી કે જો કેનેડા યુએસ સિસ્ટમને બદલે ચીન સાથે આર્થિક સંબંધો વધારશે, તો બેઇજિંગ એક વર્ષમાં તેને ‘ગળી’ શકે છે.

તાજેતરમાં સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેનેડાએ ચીન સાથે એક મહત્વપૂર્ણ વેપાર કરાર કરવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે કેનેડાએ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. આ પછી, 17 જાન્યુઆરીના રોજ કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ ચીન સાથે નવા વેપાર કરાર અંગે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.

ચીન સાથેના કરારથી કેનેડાને 7 અબજ ડોલરના નિકાસ અવસર

કાર્નેએ જણાવ્યું કે આ કરાર કેનેડાના વ્યવસાયો અને કામદારો માટે નવા બજારોના દ્વાર ખોલશે. X પર શેર કરેલા સંદેશામાં તેમણે લખ્યું હતું કે ચીન સાથે થયેલા નવા વેપાર કરારના કારણે કેનેડિયન કામદારો અને ઉદ્યોગોને 7 અબજ ડોલરથી વધુના નિકાસ અવસરો મળશે.

કેનેડા–ચીન નિકટતા નજીકતા પર ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ

કેનેડા અને ચીન વચ્ચે વધી રહેલી નિકટતાના કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થયા હતા. તેમણે દાવો કર્યો હતો કે ગ્રીનલેન્ડમાં બનાવાનાર “ગોલ્ડન ડોમ” માત્ર અમેરિકા નહીં પરંતુ કેનેડાની સુરક્ષા પણ કરશે. બીજી તરફ, કેનેડાના વડાપ્રધાન કાર્નેએ ચીનને અમેરિકા કરતાં વધુ “વિશ્વસનીય” ભાગીદાર ગણાવ્યો હતો.

કેનેડાની નીતિ પર ટ્રમ્પની કડક ટીકા

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે કેનેડા ગ્રીનલેન્ડમાં ગોલ્ડન ડોમ લગાવવાનો વિરોધ કરે છે, જ્યારે કે, ડોમ કેનેડાને સુરક્ષા આપશે. તેમ છતાં, જ્યારે કેનેડાના પીએમ કાર્નેએ ચીનને અમેરિકા કરતાં વધુ ‘વિશ્વસનીય’ ભાગીદાર ગણાવ્યું છે.

બુધવારે, 56મા વાર્ષિક WEF સમિટમાં સંબોધન દરમિયાન, ટ્રમ્પે કેનેડાના વડા પ્રધાન કાર્નેની ટીકા કરતા કહ્યું કે કેનેડાએ સુરક્ષા સુરક્ષા સહિત “મફત” મળેલી “મફત” વસ્તુ માટે અમેરિકાનો વધુ “આભાર” માનવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે “ગોલ્ડન ડોમ” મિસાઇલ સંરક્ષણ પ્રણાલી બનાવવાની તેમની યોજના કેનેડાને પણ સુરક્ષા પૂરી પાડશે.


આ પણ વાંચો: ટ્રમ્પનો મોટો દાવો,રશિયા-યુક્રેન યુદ્ધ હવે અંતિમ તબક્કામાં!

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, ગ્રીનલેન્ડ મુદ્દે લશ્કરી કાર્યવાહી નહીં, યુરોપ પર ટેરિફ ધમકી પાછી

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, ગ્રીનલેન્ડ મુદ્દે લશ્કરી કાર્યવાહી નહીં, યુરોપ પર ટેરિફ ધમકી પાછી