Not Set/ મદ્રાસ હાઇકોર્ટની લાલ આંખ બાદ જાગ્યું ચૂંટણીપંચ, પરિણામ બાદ વિજય સંરઘસ પર લગાવી રોક

દેશમાં કોરોનાનાં કારણે સ્થિતિ ખરાબ દેખાઇ રહી છે. ત્યારે આવા કપરા સમયમાં ચૂંટણી સંબંધિત રેલીઓ કાઠવાને લઇને મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણીપંચને ખખડાવ્યા હતા. જે બાદ આજે ચૂંટણીપંચની આંખો ખુલી છે અને તેણે 2 મે નાં પરિણામ બાદ વિજય સંરઘસ પર રોક લગાવી દીધી છે.

Trending
  • મદ્રાસ હાઇકોર્ટની લાલઆંખ બાદ જાગ્યું ચૂંટણીપંચ
  • ચૂંટણીપંચે વિજય સરઘસ પર લગાવી રૉક
  • કોરોના સંક્રમણ અટકાવવા ચૂંટણી પંચ દ્વારા નિર્ણય
  • 2મેએ પાંચ રાજ્યોનાં જાહેર થશે પરિણામ
  • વિધાનસભા ચૂંટણીનાં જાહેર થવાના છે પરિણામ
  • પ.બંગાળ,તમિલનાડુ,અસમમાં જાહેર થશે પરિણામ
  • કેરળ અને પોંડિચેરીમાં જાહેર કરાશે પરિણામ

દેશમાં કોરોનાનાં કારણે સ્થિતિ ખરાબ દેખાઇ રહી છે. ત્યારે આવા કપરા સમયમાં ચૂંટણી સંબંધિત રેલીઓ કાઠવાને લઇને મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણીપંચને ખખડાવ્યા હતા. જે બાદ આજે ચૂંટણીપંચની આંખો ખુલી છે અને તેણે 2 મે નાં પરિણામ બાદ વિજય સંરઘસ પર રોક લગાવી દીધી છે.

શુભેચ્છા / PM મોદીએ દેશવાસીઓને હનુમાન જયંતિની પાઠવી શુભેચ્છા, કહ્યું – કોરોના સામેની લડતમાં તેમના આશીર્વાદ મળતા રહે….

ચૂંટણી પંચે 5 રાજ્યોનાં ચૂંટણી પરિણામો પહેલા વિજય સરઘસ પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચે આદેશ આપ્યો છે કે 2 મે નાં રોજ મતગણતરી દરમિયાન અથવા તે પછી વિજય સરઘસ કાઠવા પર પ્રતિબંધ રહેશે. દેશભરમાં કોરોના સંક્રમણનાં ઝડપથી વધી રહેલા કેસોને કારણે ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. આ પહેલા સોમવારે મદ્રાસ હાઈકોર્ટે કોરોનાનાં કેસોમાં થઇ રહેલા ઝડપી વધારા માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે, કોરોના કેસોમાં ઝડપથી વધારો થવા માટે માત્ર ચૂંટણી પંચ જ જવાબદાર છે અને આ માટે તેના અધિકારીઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવો જોઇએ.

પોઝિટીવ ન્યૂઝ / ખેડૂતે પુત્રીના લગ્ન માટે બચાવ્યા હતા 2 લાખ રૂપિયા, ઓક્સિજન કોન્સેન્ટર્સ ખરીદવા માટે આપ્યા દાન

કોર્ટે ચૂંટણી પંચને ઠપકો આપતા કહ્યું કે, જો ચૂંટણી પંચે 2 મે નાં રોજ મતગણતરી દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની યોજના રજૂ નહીં કરે તો તે મતગણતરી રોકાવી દેશે. મદ્રાસ હાઈકોર્ટે ઠપકો આપ્યો હતો કે, દેશમાં થયેલી કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચ જવાબદાર છે. કોર્ટે કહ્યું હતું કે બંધારણીય મંડળ તરીકે ચૂંટણી પંચ ખૂબ બેજવાબદાર રહ્યું છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ચૂંટણી પંચે હાઈકોર્ટની ઠપકા પછી જ 2 મે નાં રોજ સરઘસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણનાં ઝડપથી વિકસતા કેસોમાં પંચનો આ નિર્ણય મહત્વપૂર્ણ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…