૧૩ રાજ્યોની લોકસભાની ૩ અને વિધાનસભાની ૨૯ બેઠકોના પરિણામો જાહેર થયા. આ પરિણામ પ્રમાણે ભાજપ અને તેના સાથી પક્ષોને ૧૫, કોંગ્રેસને આઠ અને અન્યના ભાગે ૬ બેઠક વધે છે. જ્યારે લોકસભાની ત્રણ પૈકી ભાજપ કોંગ્રેસ અને શીવસેનાને ૧-૧ બેઠક મળી છે. લોકસભામાં ભાજપે ત્રણ બેઠકો પૈકી માત્ર મધ્યપ્રદેશની ખંડવા બેઠક ભાજપ જાળવી છે. જ્યારે દાદરાનગર હવેલી અને હિમાચલ પ્રદેશમાં કાંડીની બેઠક ગુમાવી છે. વિધાનસભામાં ભાજપે હિમાચલ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં પોતાની બેઠકો ગુમાવી છે. કોંગ્રેસ માટે પેટાચૂંટણી સંજીવની સમાન પૂરવાર થઈ છે. ચોતરફ માર ખાઈ રહેલી અને પરાજય મેળવી રહેલી કોંગ્રેસ માટે આ દેશમાં પગ મૂકવાની જગ્યા તો છે જ તે વાત હવે સ્પષ્ટ થઈ ચૂકી છે. પેટાચૂંટણીને ભલે આપણે લોકસભાની ચૂંટણીનું કોઈ રિહર્સલ ન કહીએ પણ લોકોનો મૂડ ધીમેધીમે પણ બદલાઈ રહ્યો છે તેવું ચોક્કસ કહી શકાય. લોકસભાની વાત કરીએ તો શીવસેનાએ મહારાષ્ટ્ર બહાર પ્રથમ વખત મોટી જીત મેળવી છે. આ બેઠક જાણે કે સતત ચોથી વખત ડેલકર પરિવાર માટેની બેઠક હોય તેવું પરિણામ આવ્યું છે. જ્યારે મધ્યપ્રદેશમાં ખંડવાની બેઠક જાળવીને ભાજપે પોતાના ગઢ ટકાવ્યો છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં મંડીની બેઠક કોંગ્રેસ ૮૫૦૦ કરતાં વધુ મતે જીતીને કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી છે.

વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસે ચારેય બેઠકો જીતી લીધી છે તેમાંની એક બેઠક તો ૧ લાક ૬૫ હજાર કરતાં વધુ મતની સરસાઈથી જીતી છે. આ બેઠકો પર કોંગ્રેસ ડાબેરી જાેડાણના ઉમેદવારોની અનામત જપ્ત થઈ છે. રાષ્ટ્રીય સ્તરે કદ વધારી રહેલા મમતા બેનરજીએ પોતાના રાજ્યમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે જે વિસ્તારમાં તોતીંગ સરસાઈ મળી છે તે બંગાળી હિંદુઓ એ પરપ્રાંતિયો અને તેમાંય ખાસ કરીને હિંદીભાષી લોકોની વધુ વસતિવાળો વિસ્તાર છે. આ બેઠક જીતીને ટીએમસીએ બંગાળનો માત્ર એક સમાજ નહિ પણ તમામ વર્ગ ટેકેદાર છે તેવો દાવો સહેલાઈથી કરી શકે તેમ છે.

ટીવી ચેનલો પર ચર્ચામાં બીજા કોઈ રાજ્યની નહિ પણ હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામો ચર્ચાનો વિષય બન્યા હતાં. આ ચૂંટણીમાં કોંગ્રેસે મંડી લોકસભા બેઠક ભાજપ પાસે આંચકી લીધી છે. તે તો ઠીક પણ વિધાનસભાની બે બેઠક તેન પાસેથી છીનવી લીધી છે. ભાજપ માટે આ કારમો પરાજય ગણી શકાય તેમ છે. આ અંગે જાેઈએ તો હિમાચલની અરકી વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ૩૦૦૦ મતે ફતેહપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અપક્ષ સામે મોટી બહુમતીથી જીત્યા છે. જ્યા ભાજપના ઉમેદવાર નીલમ સહાયે પોતાની ડિપોઝીટ ગુમાવી છે અને માત્ર ૨૫૮૪ મત મળ્યા છે. ૨૦૧૧ની ચૂંટણીમાં ભાજપ આ બેટક ૮ હજાર કરતાં વધુ મતે જીત્યું હતું. હવે આ ચૂંટણીમાં ભાજપની ડિપોઝીટ જપ્ત થાય તે શું સૂચવે છે ? હિમાચલમાં ભાજપે કશું મેળવ્યું નથી કશું જાળવ્યું નથી અને જે હતું તે બધું ગુમાવ્યું છે. હિમાચલ પ્રદેશ એ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાનું વતન છે. તો કેન્દ્રના બીજા અને બહુબોલકા મંત્રી અને કેન્દ્રીય પ્રધાનમંડળના પ્રવક્તા એવા અનુરાગ ઠાકરનું પણ વતન છે. ત્યાં ભાજપને આવડી મોટી હાર મળે તે બાબત ચિંતાનો વિષય કહેવાય. ટૂંકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. ઘણા વિવેચકોએ નોંદ લીઝી છે તે પ્રમાણે કોંગ્રેસે રાજસ્થાનમાં ભાજપ પાસેથી તેની પ્રણાલિકાગત બેઠક આંચકી છે. કર્ણાટકમાં પણ બેમાંથી એક બેઠક જીતીને પોતાનો દબદબો જાળવ્યો છે. મેઘાલયમાં ભાજપના સાથીદાર એવા સત્તાધારી પક્ષની જીત તઈ છે તો બિહારમાં રાજદને લાલુપ્રસાદ યાદવના પરિવારનો આંતરકલહ એટલે કે તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ વચ્ચેનો આંતરકલહ નડી ગયો છે. અને નીતિશકુમાર બન્ને બેઠકો જીત્યા છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી બોમ્માઈના વતનના જીલ્લામાં ભાજપે પોતાની પરંપરાગત બેઠક ગુમાવી છે. રાજસ્થાનમાં બન્ને બેઠકો કોંગ્રેસે જીતી છે તેમાં એક બેઠક જાળવી છે તો એક ગુમાવી છે. જેમાં એક બેઠક તો ભાજપ પાસે છેલ્લા ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી હતી.

ભાજપ માટે સૌથી વધારે દબદબાવાળા રાજ્ય મધ્યપ્રદેશ રહ્યા છે. જ્યાં ખેડવાની લોકસભા બેઠક જીતવા સાથે ભાજપે વિધાનસભાની એક બેઠક જાળવી છે. બીજી ગુમાવી છે. જાે કે ખંડવાના સાત પૈકી પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારને સરસાઈ મળી છે તે જાેતાં મધ્યપ્રદેશમાં ભાજપની જીત સાથે મુખ્યમંત્રી શીવરાજસિંહ ચૌહાણ એટલે કે ‘મામા’નો દબદબો જળવાયો છે અને એક વિવેચક કહે છે તે પ્રમાણે કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વધુ એકવાર ભાજપને ફળ્યા છે. તે નોંધવું જ પડે તેમ છે. જ્યારે આસામમાં તમામ ત્રણ બેઠકો પર નોંધપાત્ર સરસાઈથી ભાજપ જીત્યું છે ત્યાં ભાજપે વિધાનસભાની સામાન્ય ચૂંટણી જીત્યા બાદ પેટાચૂંટણી પણ જીતીને પોતાનું વર્ચસ્વ ટકાવ્યું છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા અને કેન્દ્રીય મંત્રી સોનાવણેની મહેનત ફળી છે. જ્યારે આંધ્રમાં વિધાનસભાની બેઠક વાયઆરએસ કોંગ્રેસે જાળવી છે ત્યાં ભાજપ અને કોંગ્રેસ એ બન્ને પક્ષના ઉમેદવારોની અનામત જપ્ત થઈ છે.

પેટાચૂંટણીના પરિણામો અંગે વિવેચકો કહે છે તે પ્રમાણે બંગાળમાં મમતા દીદી, મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ, આસામમાં હેમંત બિશ્વાહ અને મેઘાલયમાં એનડીએ, બિહારમાં નીતિશકુમાર અને રાજસ્થાનમાં ગેહલોતનો દબદબો જળવાયો છે. હિમાચલમાં જેપી નડ્ડા અને અનુરાગ ઠાકુરને આંચકો લાગ્યો છે. તો વિવેચકો કહે છે તે પ્રમાણે મુખ્યમંત્રી જયરામ ઠાકુરની ખુરશી ખતરામાં આવી ગઈ છે. આ ૧૩ રાજ્યો પૈકી હિમાચલ પ્રદેશ એવું રાજ્ય છે જ્યાં નવેમ્બર ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી છે. તે વખતે જાે મતદારોનો આજ મૂડ રહે તો આ રાજ્ય ભાજપને ગુમાવવું પડે તેવી હાલત છે. તેલંગણામાં એક બેઠક જીતી ભાજપે ટીઆરએસ સામે પડકાર તો ઉભો કર્યો જ છે તે પણ સાથોસાથ નોંધવું પડે. કોંગ્રેસના આગેવાનો કહે છે કે હિમાચલમાં હવે અમે જીતશું. ભાજપના આગેવાનો કહે છે પેટાચૂંટણીમાં પરિણામોને ક્યારે પણ પારાશીશી ગણી શકાય નહિ જ્યારે વિશ્લેષકો કહે છે કે માત્ર હિમાચલ પ્રદેશ નહિ પણ રાજસ્થાન, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસે ભાજપ પાસેથી કુલ ત્રણ વિધાનસભા બેઠકો જ્યારે હિમાચલ પ્રદેશમાં મંડીની લોકસભા બેઠક છીનવી છે અથવા તો પાછી મેળવી છે. આ સંજાેગોમાં આ પેટાચૂંટણીના પરિણામોએ કોંગ્રેસને સંજીવની પુરી પાડી છે.
ગુજરાત / રાજ્યની જેલોમાં રહેલા આ કેદીઓને દિવાળીના તહેવારોમાં 15 દિવસની પેરોલ મુક્તિ મળશે
કાનપુરમાં ઝિકાનો કહેર / એકસાથે મળ્યા 25 ઝિકા વાઇરસના દર્દીઓ, સંક્રમિતનો આંક પહોંચ્યો …
