એક યુવતી તેના પ્રેમીને મળવા લગભગ 6000 કિમી દૂર ગઈ હતી. પરંતુ ત્યાં કોઈએ તેનો જીવ લઈ લીધો. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી ઘરે પરત ફરે તેના બે દિવસ પહેલા જ તેની હત્યા કરવામાં આવી હતી. વિદેશથી યુવતીના મોતના સમાચાર આવતા જ ઘરમાં હોબાળો મચી ગયો હતો. હાલ તપાસ એજન્સી આ હત્યાની તપાસમાં લાગેલી છે.
આ પણ વાંચો :પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો, બલૂચિસ્તાનમાં સશસ્ત્ર હુમલાખોરોના હુમલામાં એક જવાન શહીદ
‘મિરર યુકે’ના અહેવાલ મુજબ, 19 વર્ષની કેનેડિયન યુવતી એશ્લે વેડ્સવર્થ તેના બોયફ્રેન્ડ જેક સેપલેને મળવા લગભગ 6000 કિલોમીટર દૂર યુકે ગઈ હતી. પરંતુ ગત રોજ ચેમ્સફોર્ડના Essex માં આવેલા ફ્લેટમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
યુવતી બોયફ્રેન્ડને મળવા કેનેડાથી આવી હતી યુકે
એશ્લે કેનેડાના Vernon શહેરની રહેવાસી હતી. તે 12 નવેમ્બરે પ્રેમીને મળવા યુકે આવી હતી. પરંતુ હવે તેનો મૃતદેહ યુકેના એક ફ્લેટમાંથી મળી આવ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે, એશ્લે જલ્દી જ તેના દેશ કેનેડા પરત જવાની હતી, પરંતુ તે પહેલા જ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ એશ્લે વેડ્સવર્થના પરિવારજનોની હાલત ખરાબ છે.
યુકેની તેમની મુલાકાત દરમિયાન, એશ્લેએ લંડનમાં બકિંગહામ પેલેસ અને બિગ બેન (એલિઝાબેથ ટાવર) સહિત ડઝનેક પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. હાલમાં તપાસ એજન્સી મૃતકના 23 વર્ષીય બોયફ્રેન્ડ જેકની હત્યાની શંકાના આધારે પૂછપરછ કરી રહી છે.
એજન્સીનું કહેવું છે કે “તપાસ સારી રીતે ચાલી રહી છે, અમે હજુ થોડા દિવસો સુધી ઘટનાસ્થળે રહીશું. અમે પુરાવા એકત્ર કરવાનું ચાલુ રાખીશું અને તથ્યોની ચકાસણી કરવાનું ચાલુ રાખીશું.”
આ પણ વાંચો :આ જગ્યાએ ત્રાટકી દુનિયાની સૌથી લાંબી વીજળી, બની ગયો વર્લ્ડ રેકોર્ડ
આ પણ વાંચો :ટોયોટાએ વધારે કામ અને હેરાનગતિ બાદ આત્મહત્યા માટે માંગી માફી
આ પણ વાંચો :દુબઈના બુર્જ ખલીફા બિલ્ડીંગમાં બધું જ હોવા છતાંયે છે આ વસ્તુની કમી
આ પણ વાંચો :પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત, વેપારીની ગોળી મારીને કરાઇ હત્યા
