અમેરિકા અને ઇરાન વચ્ચે પરમાણું કાર્યક્રમને લઇને તણાવ ખુબ વધ્યો હતો અને ટ્રંમ્પ સરકારે તેનાં પર પ્રતિબંધો લાદ્યા હતાં. હવે બન્ને દેશો વિશ્વના મહત્વના દેશો સાથે વાતચીત કરી ઇરાનના પરમાણું કાર્યક્રમના સમજોતા પર ચર્ચા-વિચારણા કરી શકે છે. બન્ને દેશો વાચતીત કરીને આ મુદ્દાનું નિરાકરણ વહેલી તકે આવે તે હેતુંથી બે દેશો વાતાઘાટાઓ કરવાનું વિચારી રહ્યા છે.
એમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇરાનના પરમાણું પરિક્ષણ મામલે ભારે નારાજગી વ્યકત કરી હતી અને તે મુદ્દે અમેરિકા ઇરાનથી અલગ થઇ ગયું હતું.
અમેરિકાના વિદેશી મંત્રાલય નેડ પ્રાઇસે કહ્યું હતું કે બન્ને દેશ વચ્ચે વાતચીતનો દોર શરૂ થશે તે ભાવિ માટે ખુબ લાભદાયક છે. પરતું જે પ્રાથમિક તબ્બકાની વાતચીત કરવામાં અવશે તે કેટલી સફળ થાય છે તે જોવાનું રહેશે.
અમેરિકા રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું કે ઇરાનના કરાર મામલે તેની સાથે ફરીથી જોડાવુ તે પ્રશાસનની પ્રાથમિકતા છે. વાતચીતથી તમામ મતભેદો પર ખુલીને વાતચીત થશે. વિદેશી મંત્રાલયના પ્રવકતા પ્રાઇસે કહ્યું હતું કે આગામી સપ્તાહમાં મહત્વના દેશો સાથે ઇરાના મુદ્દે વાતચીત કરવામાં આવશે જેના આધારે ઇરાન સાથે સીધી વાતચીત કરી શકાય
ઇરાનના વિદેશીમંત્રી જવાદ જરીફે કહ્યું હતું કે ઇરાન અને અમેરિકાના અધિકારીઓ સાથે બેઠક નિર્ધારીત નથી. પરતું કરાર મામલે અમેરિકા પહેલા પ્રતિબંધો હટાવે. આ કરાર મામલે અમેરિકાની વાપસી અંગે સવાલ ઉભા છે કારણ કે ઇરાન પ્રતિબંધ મામલે ઉલ્લંઘન કરી રહ્યું છે પરતું બન્ને દેશો વચ્ચે વાતચીત થવાની પ્રબળ આશા છે.
