હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન એઆઈએમઆઈએમના અધ્યક્ષ અને સાંસદ અસદ્દુદીન ઓવૈસીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. પ્રણબ મુખર્જીના આરએસએસના કાર્યક્રમમાં ભાગ લેવા બાબતે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ ખતમ થઇ ગઈ છે. અહી ના થોભતા હૈદરાબાદના સાંસદે આગળ કહ્યું કે જે શખ્શ 50 વર્ષ કોંગ્રેસમાં રહ્યો હોય અને બાદમાં દેશના રાષ્ટ્રપતિ રહ્યા હોય, એ આરએસએસના મુખ્યાલય પહોચી ગયા, શું હજુ પણ તમે આ પાર્ટી(કોંગ્રેસ) પાસેથી આશા રાખો છો.
#WATCH: At an event in Hyderabad, yesterday, AIMIM Chief Asaduddin Owaisi said, 'Congress is finished. A man who spent 50 years in Congress & was President of India visited RSS headquarters. Do you still have hopes from this party?' pic.twitter.com/3qV12JvieO
— ANI (@ANI) June 9, 2018
મહત્વનું છે કે 7 જુને પૂર્વ રાષ્ટ્રપતિ આરએસએસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોચ્યા હતા. એમના આરએસએસ કાર્યક્રમમાં જવાના ફેસલા પર કોંગ્રેસી નેતાઓએ ઘણાં નિવેદન કર્યા હતા અને એમને ફરી વિચાર કરવાની અપીલ કરી હતી. પરંતુ ડો. પ્રણબ મુખર્જીએ પોતાના કાર્યક્રમમાં કોઈ બદલાવ કર્યો નહતો. નાગપુર જઈને પહેલા ડો. મુખર્જીએ સંઘ સંસ્થાપક ડો. હેગડેવાર વિશે વીઝીટર ડાયરીમાં લખ્યું કે તેઓ ભારતમાતાના મહાન સપુત હતા.

ત્યારબાદ સંઘ કાર્યકર્તાઓને સંબોધન કરતા એમણે ભારતમાં અનેકતામાં એકતા અને સહિષ્ણુતાના પાઠ ભણાવ્યા હતા. એમના ભાષણનો કોંગ્રેસ અને બીજેપીના નેતાઓ પોતપોતાની રીતે મતલબ બનાવી રહ્યા છે.
જોકે, કોંગ્રેસના નેતાઓએ ડો. મુખરજીના ભાષણ બાદ રાહતનો શ્વાસ લીધો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે એમને પ્રણબ મુખર્જી પર પૂરો વિશ્વાસ હતો.
