Not Set/ બીજેપીનાં આ નેતાએ સ્વીકાર્યુ, આ વખતે મોદીનું પીએમ બનવુ છે મુશ્કીલ

લોકસભાની ચુંટણીનાં ચાર ચરણ પૂર્ણ થઇ ગયા છે. આ ચુંટણીમાં કઇ પાર્ટીને બહુમત મળશે કે કોણ વડાપ્રધાન બનશે તે સવાલો ચારે બાજુ સાંભળવા મળી રહ્યા છે. ત્યારે દેશમાં એક તરફ મોદી બનશે તો કોઇ રાહુલ ગાંધી બનશે કહી રહ્યા છે. પરંતુ એક બીજેપી નેતાએ નરેન્દ્ર મોદીનાં પીએમ ફરી બનશે કે નહી તેના પર પોતાની વાતને […]

Top Stories India Politics

લોકસભાની ચુંટણીનાં ચાર ચરણ પૂર્ણ થઇ ગયા છે. આ ચુંટણીમાં કઇ પાર્ટીને બહુમત મળશે કે કોણ વડાપ્રધાન બનશે તે સવાલો ચારે બાજુ સાંભળવા મળી રહ્યા છે. ત્યારે દેશમાં એક તરફ મોદી બનશે તો કોઇ રાહુલ ગાંધી બનશે કહી રહ્યા છે. પરંતુ એક બીજેપી નેતાએ નરેન્દ્ર મોદીનાં પીએમ ફરી બનશે કે નહી તેના પર પોતાની વાતને રાખતા કહ્યુ છે કે, જો આ ચુંટણીમાં બીજેપીને 220થી 230 બેઠકો મળશે તો, નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન નહી બની શકે.

કોણ છે જેણે આ નિવેદન આપ્યુ

બીજેપીનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નરેન્દ્ર મોદીનાં ફરી વડાપ્રધાન બનવા પર પોતાનો વિચાર રજૂ કર્યો છે. તેમણે કહ્યુ છે કે, આ વખતે બીજેપીની બેઠકો ઓછી આવશે તો નરેન્દ્ર મોદીનું પીએમ બનવુ મુશ્કીલ છે. તેમણે કહ્યુ કે, આ વખતે બીજેપીને 220થી 230 બેઠકો મળી શકે છે.  એનડીએનાં સહયોગી દળ 25થી 30 બેઠકો જીતે તેવી પૂરી સંભાવનાઓ છે. આ સમયે સરકાર બનાવવા વધુ 35થી 45 બેઠકોની જરૂર પડશે. ત્યારે સહયોગી દળો પર વધુ નિર્ભર રહેવુ પડી શકે છે. આ સંજોગો ઉભા થાય ત્યારે આ દળ મોદીને સ્વીકાર નહી કરે અને વધુ મુશ્કેલીઓ ઉભી થાય તો નવાઇ નહી.

સુબ્રમણ્યમ સ્વામીએ વધુમાં કહ્યુ કે, બીજેપી વિરુદ્ધ લડી રહેલી સપા-બીએસપી સખત ટક્કર આપી શકે છે. ત્યારે જો માયાવતીને જરૂર પડે તો તે કેવી રીતે સાથે આવશે તે જોવાનું રહેશે. જો કે બસપા બીજેપી સાથે જોડાઇ શકે છે પરંતુ તે નેતૃત્વ બદલાવની પણ વાત જાહેર કરી શકે છે. ત્યારે નરેન્દ્ર મોદીનાં પીએમ બનવા પર સંકટ આવે તો કોઇ નવાઇ નહી.