બીએસએફથી હકાલપ્ટ્ટી થયા બાદ તેજ બહાદુરે વારાણસીથી વડાપ્રધાન મોદી સામે ચુંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. જ્યા હવે તેના નામાંકનને રદ્દ કરાયા બાદ ઘણી બાબતો બહાર આવી રહી છે. પીએમ મોદીને સીધી ટક્કર આપવાનાં વિચાર સાથે તેજ બહાદુર વારાણસીથી ચુંટણી મેદાનમાં ઉતર્યો હતો. જો કે તેના નામાંકનમાં ખામી હોવાના કારણે તેને રદ્દ કરવામાં આવ્યુ છે પરંતુ હવે એક નવી વાત સામે આવી રહી છે. તેજ બહાદુરે બીજેપી ઉપર ગંભીર આરોપ મુક્યો છે. તેણે કહ્યુ કે, વારાણસીથી ચુંટણી નહી લડવા મને 50 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી. જો કે તેણે કોઇ બીજેપીનાં નેતાનું નામ આપ્યુ નથી. તેણે વધુમાં કહ્યુ કે, મને બીજેપીનાં લોકોથી બહુ મોટો ખતરો છે.
તેજ બહાદુરે બીએસએફથી હકાપટ્ટી બાદ પીએમ મોદી વિરુદ્ધ ચુંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. જો કે નામાંકન ફોર્મમાં ખામી હોવાના કારણે બુધવારે જ તેનુ નામાંકન રદ્દ કરવામાં આવ્યુ હતુ. તેણે કહ્યુ કે, મને બીજેપીથી ખતરો છે. તે લોકો મારી હત્યા કરી શકે છે. તેજ બહાદુર નામાંકન રદ્દ થયા બાદ પહેલી વખત મીડિયા સામે આવીને કહ્યુ કે, અમને પહેલા જ અંદાજો આવી ગયો હતો કે નામાંકન રદ્દ કરાવવા માટે બીજેપી એડીચોટીનું જોર અપનાવશે. આ કારણથી મારી સાથે શાલિની યાદવે પણ સપા-બસપા ગઢબંધનનાં ઉમેદવાર તરીકે નામાંકન કર્યુ હતુ.
