Not Set/ Kapil Sharma Wedding: સામે આવ્યું કપિલ શર્માનું વેડિંગ કાર્ડ, જાણો લગ્નની ડીટેલ્સ

મુંબઇ, બોલિવૂડમાં હાલ વેડિંગ સીઝન ચાલી રહ્યું છે. દીપિકા-રણવીર અને પ્રિયંકા-નિક પછી ડિસેમ્બરમાં ફેન્સ એક બીજા સિલેબ્રિટીની લગ્નની રાહ જોઈ રહી છે. જણાવીએ કે કોમેડિયન કપિલ શર્મા ડીસેમ્બરમાં તેમની ગર્લફ્રેન્ડ ગીન્ની ચતુરથ સાથે લગ્નનાં બંધનમાં બાંધવા જઈ રહ્યા છે. તાજેતરમાં તેમણે લગ્નની ઘોષણા કરી હતી. હવે તેમના લગ્ન કાર્ડ પણ સામે આવ્યું  છે. આ કાર્ડમાં […]

Trending Entertainment

મુંબઇ,

બોલિવૂડમાં હાલ વેડિંગ સીઝન ચાલી રહ્યું છે. દીપિકા-રણવીર અને પ્રિયંકા-નિક પછી ડિસેમ્બરમાં ફેન્સ એક બીજા સિલેબ્રિટીની લગ્નની રાહ જોઈ રહી છે. જણાવીએ કે કોમેડિયન કપિલ શર્મા ડીસેમ્બરમાં તેમની ગર્લફ્રેન્ડ ગીન્ની ચતુરથ સાથે લગ્નનાં બંધનમાં બાંધવા જઈ રહ્યા છે. તાજેતરમાં તેમણે લગ્નની ઘોષણા કરી હતી. હવે તેમના લગ્ન કાર્ડ પણ સામે આવ્યું  છે.

આ કાર્ડમાં કપિલના લગ્નની વિગતો છે. માત્ર ડિલેટ્સ જ નહીં, કપિલ લગ્નના કાર્ડ સાથે સાથે મહેમાનોને મીઠાઈ પણ મોકલી છે. આપને જણાવી દઈએ કે કપિલ અને ગીન્નીના લગ્નના ફંક્શન્સ રવિવારથી જ શરૂ થઇ રહ્યા છે. રવિવારના રોજ લગ્ન પહેલા કપિલના ઘરે પાઠ કરવામાં આવશે. તેના પછી મહેમાનોને દાવત આપવામાં આવશે. 12 ડિસેમ્બરના રોજ કપિલ અને ગીન્નીના જલંધરમાં લગ્ન થશે.

લગ્નની બધી રસ્મો જલંધરના કબાના રિસોર્ટ અને સ્પામાં પૂર્ણ થશે. સમાચાર છે કે કપિલ તેમના લગ્નમાં અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, દીપિકા પદુકોણ, રેખા સહીત બોલિવૂડની ઘણી મોટી હસ્તિઓને આમંત્રણ આપશે.