Lifestyle/ સ્વીમીંગ પુલનું પાણી એટલે બીમારીઓને ભાવભર્યું આમંત્રણ, વાંચો કેમ..

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વીમીંગ પુલનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય છે ! એવું જરૂરી નથી કે સ્વીમીંગ પુલ, વોટર પાર્ક, લકઝરી વોટર ટ્યુબ અને સ્પામાં જે પાણી વાપરવામાં આવે છે તે ચોખ્ખું જ હોય છે.

Health & Fitness Lifestyle
સ્વીમીંગ પુલનું પાણી

હજુ તો ઉનાળો ચાલુ જ થયો છે ત્યાં દાઝી જવાય તેવી ગરમી પડવા લાગી છે. સામાન્ય રીતે લોકો ગરમીથી  રાહત મેળવવા માટે બહાર ફરવા માટે ઉપડી જાય છે તો કેટલાક વળી કોઈ સરસ રીઝોર્ટમાં કે વોટર પાર્કમાં જઈને સ્વીમીંગ કરવાનું પસંદ કરે છે. પરતું શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વીમીંગ પુલનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય છે ! એવું જરૂરી નથી કે સ્વીમીંગ પુલ, વોટર પાર્ક, લકઝરી વોટર ટ્યુબ અને સ્પામાં જે પાણી વાપરવામાં આવે છે તે ચોખ્ખું જ હોય છે.

સ્વીમીંગ કરવાથી શરીરને યોગ્ય કસરત મળી રહે છે પરંતુ આ પાણીથી જો જો તમારું સ્વાસ્થ્ય ના બગડે.

RWI(રિક્રીએશન વોટર ઈલનેસ) એટલે કે દુષિત પાણીથી ફેલાતી બીમારી. આ બીમારી એ પાણીમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા કે કેમિકલ્સના લીધે થાય છે.  RWIના લીધે ઘણા પ્રકારના પેટ, સ્કીન, કાન, આંખ અને શ્વસનતંત્રને લગતા ઇનફેશન થાય છે. આ બધામાંથી એક કોમન બીમારી છે એ છે ડાયેરિયા. ઘણા ડોક્ટરનું પણ કહેવું છે કે દુષિત પાણી એ બીમારી મુખ્ય કારણ છે આથી સ્વીમીંગ પુલમાં ન્હાતી વખતે પાણી મોઢામાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ઘણા લોકોનું એવું માનવું હોય છે કે જો પાણી ક્લોરીનવાળું હોય તો તે ચોખ્ખું હોય છે પણ તમને કહી દઈએ કે ઘણા બેક્ટેરિયા ક્લોરીન પ્રતિ સહનશીલ હોય છે આથી તેને ખત્મ થતા ઘણા દિવસો લાગી જાય છે.

અહી અમે તમને સ્વીમીંગ પુલના પાણીથી તમારા સ્વાસ્થ્યને કઈ અસર ન થાય તેની અમુક ટીપ્સ આપીએ છીએ :

સ્વીમીંગ પુલમાં જતા પહેલા શાવર લેવાનું ના ભૂલો.

જો તમને ડાયેરિયા થયા હોય તો ત્યાં જવાનું ટાળવું જોઈએ.

PH લેવલ પેપર સાથે રાખવું જોઈએ. પુલમાં જતા પહેલા પાણીની PH માપી લેવી જોઈએ.

પુલના ઓપરેટર અને સ્ટાફ નિયમિત રીતે યોગ્ય કેમિકલનો ઉપયોગ કરીને પુલને સાફ રાખે છે કે નહિ તેનું ધ્યાન રાખવું જોઈએ.

પુલનું પાણી દુષિત થઇ ગયું હોય તો ઓપરેટરનું ધ્યાન ખેચવું જોઈએ.

સ્વીમીંગ કર્યા બાદ જો તમારા શરીર પર અળાઈઓ કે લાલ ચામઠા થઇ જાય તો એન્ટી-એજિંગ કે મેથોલનું ક્રીમ લગાવો. જો ૧૦ દિવસ સુધી તેમાં કોઈ સુધારો ન દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

સ્વીમીંગ પુલના પાણીને ચોખ્ખું રાખવા માટે મોટા ભાગે ઓપરેટર તેમાં ક્લોરીન નામનું કેમિકલ ભેળવે છે.

જો ક્યારેક યોગ્ય માત્ર કરતા કલોરિનનું પ્રમાણ વધી જાય તો વાળ ખરવાની  સમસ્યા થાય છે આથી સ્વીમીંગ પૂર્વે સ્વીમીંગ કેપ અવશ્ય પહેરવી જોઈએ.

આ પણ વાંચો: ક્યાંક કબૂતર તો નથીને આ બીમારીઓનું કારણ? આસપાસ ભેગા થતાં જ થઇ જાવ સાવધાન

આ પણ વાંચો:આ સ્મૂધી પીધા પછી તમારે નાસ્તો બનાવવો પડશે નહીં અને તમારું વજન તરત જ ઘટશે

આ પણ વાંચો: તરબુચની સીઝન તો આવી ગઈ, પણ શું તરબુચ વિશે આટલી વાતો જાણો છો !

આ પણ વાંચો:રાત્રે 11 વાગ્યા પહેલાં જે લોકો સંભોગ કરે છે, તેઓ અત્યંત આનંદ મેળવે છે

આ પણ વાંચો:શું લગ્ન પહેલા સેક્સ કરવું જોઈએ?