Relationship News/ શું છે ‘માઈક્રો ચીટિંગ’? જાણો પાર્ટનરના બદલાયેલા આ 6 લક્ષણો જે તમારા સંબંધને તોડી શકે છે

relationshipમાં માઈક્રો ચીટિંગ એટલે શું અને તેને કેવી રીતે ઓળખવું? જો તમારો પાર્ટનર સોશિયલ મીડિયા છુપાવે કે બીજાની નજીક જાય, તો આ લેખમાં આપેલા લક્ષણો તપાસો.

Trending Tips & Tricks Lifestyle Relationships
Relationship

What is micro cheating in relationship: કોઈપણ સંબંધનો પાયો પ્રેમ અને અતૂટ વિશ્વાસ પર ટકેલો હોય છે. જ્યારે આ વિશ્વાસ ડગમગવા લાગે ત્યારે સંબંધમાં તિરાડ પડવી સ્વાભાવિક છે. સામાન્ય રીતે લોકો શારીરિક સંબંધને જ છેતરપિંડી માનતા હોય છે, પરંતુ બદલાતી જીવનશૈલીમાં હવે ‘માઈક્રો ચીટિંગ’ (Micro Cheating) શબ્દ ખૂબ ચર્ચાઈ રહ્યો છે. ઘણા લોકો તેનાથી અજાણ હોય છે, પરંતુ આ નાની ભૂલો મોટા સંબંધોને તોડી શકે છે.

Relationship

શું છે આ ‘માઈક્રો-ચીટિંગ’?

માઈક્રો-ચીટિંગ એટલે કે નાનો એવો દગો. આમાં પાર્ટનર કોઈની સાથે શારીરિક સંબંધ નથી રાખતો, પરંતુ માનસિક અને ભાવનાત્મક રીતે બીજા વ્યક્તિની નજીક જાય છે. સોશિયલ મીડિયા પર કોઈની સાથે ફ્લર્ટિંગ કરવું, મેસેજ છુપાવવા, કોઈ ત્રીજા વ્યક્તિ સાથે પોતાની અંગત વાતો શેર કરવી અને પાર્ટનરથી આ બધું છુપાવવું – આ બધું જ માઈક્રો ચીટિંગમાં આવે છે.

Relationship

Relationshipમાં માઈક્રો ચીટિંગના મુખ્ય લક્ષણો

સોશિયલ મીડિયા પર વધુ પડતી સક્રિયતા: જો તમારો પાર્ટનર સોશિયલ મીડિયા પર કોઈ ખાસ વ્યક્તિની દરેક પોસ્ટ પર લાઈક-કોમેન્ટ કરે છે અથવા તેની સાથે ફ્લર્ટિંગ કરે છે, તો તે ચેતવણીનો સંકેત છે.

અંગત વાતો છુપાવવી: જ્યારે પાર્ટનર (Relationship) પોતાની સમસ્યાઓ તમારી સાથે શેર કરવાને બદલે કોઈ અન્ય વ્યક્તિને કહેવાનું પસંદ કરે, ત્યારે તેનો અર્થ એ છે કે તે તમારા પર ભરોસો નથી કરતો અથવા બીજા પાસેથી સહાનુભૂતિની અપેક્ષા રાખે છે.

મોબાઈલ પ્રાઈવસી વધારવી: અચાનક પાર્ટનર મોબાઈલ સ્ક્રીન લોક કરવા લાગે, પાસવર્ડ બદલી નાખે અથવા તમારી હાજરીમાં ફોન વાપરવાનું ટાળે, તો સમજી લેવું કે કંઈક છુપાવવામાં આવી રહ્યું છે.

બીજાના વખાણ અને તમારી અવગણના: જો પાર્ટનર સતત કોઈ ત્રીજી વ્યક્તિની પર્સનાલિટી કે કામના વખાણ કરે અને તમારી નાની-નાની ભૂલો કાઢ્યા કરે, તો તે માઈક્રો ચીટિંગનું લક્ષણ હોઈ શકે છે.

સ્વભાવમાં ચીડિયાપણું: જ્યારે કોઈ વ્યક્તિ માઈક્રો ચીટિંગમાં સંડોવાયેલી હોય, ત્યારે તેને પોતાના પાર્ટનરની દરેક વાત પર ગુસ્સો આવે છે. નાની વાતોમાં ઝઘડો કરવો અથવા વાત કરવાનું બંધ કરી દેવું એ સામાન્ય બની જાય છે.

ઘરની બહાર વધુ સમય વિતાવવો: પાર્ટનર (Relationship)હવે ઘરમાં સમય પસાર કરવાને બદલે બહાર જવાના બહાના શોધે છે, જેથી તે ત્રીજી વ્યક્તિ સાથે મુક્તપણે વાત કરી શકે.

માઈક્રો ચીટિંગ શરૂઆતમાં નિર્દોષ લાગી શકે છે, પરંતુ તે ધીમે ધીમે સંબંધના (Relationship)પાયાને પોલો કરી નાખે છે. જો તમને આવા લક્ષણો જણાય, તો પાર્ટનર સાથે ખુલીને વાત કરવી અને વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવો જરૂરી છે.


આ પણ વાંચો:  પરિવારમાં માન-સન્માન વધારવા માટે અપનાવો આ 6 ટિપ્સ, દરેક સભ્ય તમારી વાતને આપશે મહત્વ

આ પણ વાંચો:શું તમારા સંબંધોમાં તણાવ છે? કુદરતના ખોળે વિતાવેલી થોડી ક્ષણો બદલી શકે છે તમારું જીવન

આ પણ વાંચો: પત્નીઓને બાળકો કરતા પતિ તરફથી મળે છે વધુ સ્ટ્રેસ, જાણો આ ચોંકાવનારી સ્ટડીમાં શું થયું જાહેર