કરાચી
પાકિસ્તાનમાં હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના પૂર્વ સભ્ય સૈયદ અલી રજા આબિદીની કરાચીમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
Pakistan media: Former member of Pakistan’s National Assembly Syed Ali Raza Abidi shot dead in Karachi
— ANI (@ANI) December 25, 2018
સુત્રોના જણાવ્યા પ્રમાણે બે અજ્ઞાત આરોપીએ ફેઝ-૫માં ખાયબન-એ-ગાઝી રસ્તા પર આબિદી પર અંધાધુંધ ફાયરીંગ કર્યું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે આબિદીની હત્યા તેમના ઘરની નજીક કરવામાં આવી છે. જયારે તેમની પર ફાયરીંગ કરવામાં આવ્યું ત્યારે તેઓ કારમાં એકલા હતા. ઘાયલ આબિદીને તેમના પિતા હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ખાનગી કારણસર આબિદીએ મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાર્ટીના પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું હતું.
