સામગ્રી :
લીલી હરદર, આદું ,લસણની પેસ્ટ
પાલખ, મેથી, લીલું લસણ,લીલા કાંદા, કોથમરી જીણા સમારેલા
ટામેટાના મીડીયમ સાઇઝના ટુકડા સમારેલા
વઘાર માટે – તેલ, ઘી, રાઈ, જીરું, તલ, હિંગ.
મીઠું અને લાલ મરચું સ્વાદ અનુસાર.
કોપરું અને કોથમીર ગાર્નીશિંગ માટે.
રીત :
સૌ પ્રથમ એક કઢાઈ લો તેમાં તેલ અને ઘી બંને ભેગા લો.
ગરમ થાય ત્યાર બાદ તેમાં રાઈ, જીરું અને હિંગ નાખો પછી તેમાં તલ નાખો.
તતડી જાય એટલે તેમાં લીલું લસણ, અને આદું લસણ અને લીલી હળદરની પેસ્ટ નાખો અને હલાવો.
તેમાં લીલા કાંદા મેથી, પાલખને નાખીને સહેજ હલાવો.
તેમાં કોથમરી ઉમેરી ને હળવે થી હલાવો તેને વગર ઢાંકે જ ચઢવા દો.
પછી થોડી ચઢી જાય ત્યાર બાદ જેમાં ટામેટા ઉમેરો.
ત્યાર બાદ તેમાં લાલ મરચું અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો અને સહેજ પાણી ઉમેરી ચઢવા દો.
ત્યાર બાદ થડું લીલું ખોપરું ખમણીને ઉમેરો અને સર્વ કરો. તમારી ગરમાગરમ આઠીયુ તૈયાર છ. નાના મોટા સૌ કોઈને ભાવશે.
