Lifestyle: આજકાલની દોડધામભરી વ્યસ્ત જીવનશૈલી, ખરાબ ખાણી-પીણી અને તણાવની અસરો સૌપ્રથમ આપણા ચહેરા પર દેખાવા લાગે છે. તમે માર્ક કર્યું હશે કે, કેટલાય વ્યક્તિઓ માત્ર 30 વર્ષની આસપાસ હોવા છતાંયે 10 વર્ષ મોટા એટલે કે, 40 ના દેખાવા લાગે છે. ચહેરા પર કરચલીઓ (Wrinkles), ચામડી ઢીલી થઇ જવી અને નિસ્તેજ ત્વચા….
ચહેરા પર કરચલીઓ (Wrinkles) થવાના કારણો
આ સઘળા ઘડપણના લક્ષણો સમય પહેલા જ નજરે ચડવા લાગે છે! આને જ પ્રિમેચ્યોર એજીંગ (Premature Aging) કહેવાય છે. જો તમે પણ ઇચ્છતા હો કે તમારી સ્કિન લાંબા સમય સુધી યુવાન અને ગ્લોઇંગ (Glowing skin) દેખાય તો આ કારણોને સમજવા અત્યંત જરુરી છે. અહિં તમને એવી કેટલીક આદતો જણાવીશું કે, જેને લોકો મોટાભાગે કરતા હોય છે અને આ 6 કુટેવોને લીધે એને ઝડપથી ઘડપણ આવે છે.
1. લેપટોપનો સ્ક્રીન જોયા કરવો
જો તમે સતત ફોન ચેક કર્યા કરો છો અથવા તો લેપટોપ (Laptop)માં ખૂંપેલા રહો છો તો એનાથી આનંદનો હોર્મોન મેલાટોનિન (Melatonin Hormone) ઓછો થાય છે અને સ્કિન હૅલ્થ (Skin Health) પર અસર થાય છે. આ જ કારણે સ્ટ્રેસ હોર્મોન (Stress Hormone) વધે છે અને સેલ્સ પોતાને સ્વયં રિપેર કરી શકતા નથી! આ કારણે જ ચહેરો નિસ્તેજ દેખાવા લાગે છે.

2. ઓછું પાણી પીવું
સ્કિનની ડ્રાયનેસ વધવાને કારણે પણ આવું થઇ શકે છે. જો તમે દિવસના 10 ગ્લાસ પાણી પીતા ન હો તો હવે શરુ કરી દેવું કારણ કે, ઓછું પાણી પીવાથી સ્કિન રુખી અને બેજાન (Dry Skin) થઇ જાય છે અને ઝીણી લાઇન્સ પણ દેખાવા લાગે છે.
3. મેકઅપ લગાવીને ઊંઘવુ
ઘણી બધી મહિલાઓને એવી ટેવ હોય છે કે, એ રાત્રે મેકઅપ (Make Up) લગાવીને પાર્ટી કે ફંકશનમાંથી પરત ફરીને મેકઅપ દૂર કર્યા પછી જ સૂઇ જાય છે! પરંતુ, આમ કરવું ઉચિત નથી હોતુ, બ્યુટી એક્સપર્ટ (Beauty Expert)ના મતે, આમ કરવું એ ઘડપણ (Old Age)ને આમંત્રણ આપવુ છે.

4. અયોગ્ય ખાણી-પીણી
જેક ફૂડ અને તળેલું કે પ્રોસેસ્ડ ફૂડ વધારેપડતું ખાવાથી અને આલ્કોહોલ અથવા તો તમાકુ (Alcohol or Tobacco)નું સેવન કરવાથી આવો આહાર સ્કિનને અંદરથી નુકસાન પહોંચાડે છે. શરીરમાં પોષણની કમી ઉદ્ભવે છે અને સ્કિન ડ્રાય અને નિસ્તેજ બની જાય છે. આ ઉપરાંત, ચહેરા પર ઝીણી રેખાઓ વહેલી જ દેખાવા લાગે છે.
5. ચહેરાને વધુપડતો ધોવો
તમારો ચહેરો નેચરલ ઓઇલ (Natural Oil) ધરાવે છે અને એનાથી સ્કિનમાં ડ્રાયનેસ અને કરચલીઓ પડતી નથી. તમે જો ચહેરાને વધારે વખત સાબુથી ઘસી-ઘસીને ધોયા કરો તો આ કુદરતી કુમાશ ઓછી થઇ જાય છે. આથી બહેતર રહેશે કે, ચહેરાને વધુપડતો ધોવાનું ટાળવું.

6. ઊંઘની ઉણપ હોવી
જો તમારી રોજીંદી ઊંઘ (Sleep) પૂરી નથી થઇ રહી તો ઘડપણ વહેલું આવી શકે છે. ઓછી ઊંઘ લેવાથી આંખોની નીચે કાળા કુંડાળા (Dark Circles) વધી શકે છે અને સ્કિન થાકેલી અને ઢીલીઢાલી દેખાય છે. આ ઉપરાંત, એજીંગના લક્ષણો સમય પહેલા જ દેખાવા લાગે છે!
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: શિયાળામાં સ્કિન ડ્રાય થાય તો ઘરે જ બનાવો 4 વસ્તુઓથી એવોકાડો ફેસપેક…શુષ્કતા દૂર કરવાની કુદરતી ટિપ્સ..!
આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…
