Not Set/ વારંવાર થતા યુરીન ઇન્ફેકશનથી છૂટકારો મેળવવા ચોખાના પાણીનો કરો ઉપયોગ, આ રીતે બનાવો

પુરુષોની તુલનામાં યુરીન ચેપ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર લગભગ 40 ટકા મહિલાઓ યુરિન ઇન્ફેક્શનથી પીડિત છે. પેશાબમાં ચેપને યૂરિનરી ટ્રે્કટ ઇન્ફેક્શન (UTI) નામથી ઓળખાય છે. મૂત્રાશય અને તેના નળીમાં ચેપ લાગે ત્યારે નોર્મલ ભાષામાં મૂત્રાશયમાં બળતરા થાય છે. પેશાબમાં ચેપ લાંબા સમય પેશાબ રોકી રાખવો, ડાયાબિટીઝ, ગર્ભાવસ્થા, મોનોપોઝ દરમિયાન ચેપ વગેરેના […]

Lifestyle
infaction વારંવાર થતા યુરીન ઇન્ફેકશનથી છૂટકારો મેળવવા ચોખાના પાણીનો કરો ઉપયોગ, આ રીતે બનાવો

પુરુષોની તુલનામાં યુરીન ચેપ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર લગભગ 40 ટકા મહિલાઓ યુરિન ઇન્ફેક્શનથી પીડિત છે. પેશાબમાં ચેપને યૂરિનરી ટ્રે્કટ ઇન્ફેક્શન (UTI) નામથી ઓળખાય છે. મૂત્રાશય અને તેના નળીમાં ચેપ લાગે ત્યારે નોર્મલ ભાષામાં મૂત્રાશયમાં બળતરા થાય છે.

પેશાબમાં ચેપ લાંબા સમય પેશાબ રોકી રાખવો, ડાયાબિટીઝ, ગર્ભાવસ્થા, મોનોપોઝ દરમિયાન ચેપ વગેરેના કારણે થઈ શકે છે. મહિલાઓને વારંવાર આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો તમે ચોખાના પાણીનો ઉપયોગ કરી શકો છો.

Image result for યુરીન ચેપ

યુરીન ચેપના લક્ષણો
વારંવાર પેશાબ
ઓછો પેશાબ
પેશાબ કરતી વખતે બળતરા
નીચના ભાગમાં પેટમાં દુખાવો
તાવ
ઉલટી જેવો અનુભવ થાય
પેશાબમાંથી રક્તસ્ત્રાવ
ગંદુ અને દુર્ગંધ વાળો પેશાબ

ચોખાનું પાણી આ રીતે યુરિન ચેપમાં મદદ કરશે

ચોખાના પાણીને માંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટસ ભરપૂર એન્ટીઓકિસડન્ટો છે. જે યુરિનમાં બળતરાથી પણ રાહત આપે છે.

Image result for યુરીન ચેપ

ચોખાના પાણીમાં થોડી ખાંડ ઉમેરીને તેનું સેવન કરો. તમને આનો ખૂબ લાભ મળશે.

ગોખારુને 400 ગ્રામ પાણીમાં નાંખો અને ઉકાળો. જ્યારે આ 10 ગ્રામ બાકી રહેશે તો તેનું સેવન કરો. જો તમે ઇચ્છો તો તમે તેમાં વરુણની છાલ પણ ઉમેરી શકો છો.

બદામ
6-6 બદામ, નાની એલચી અને થોડી ખાંડ નાખી પીસી લો. તેને પાણીમાં નાખી પીવો. તમને આનો લાભ મળશે.

એક ગ્લાસ નવશેકું પાણીમાં 2 ચમચી સફરજનનો સરકો અને 1 ચમચી મધ ઉમેરી મિક્સ કરી તેનું સેવન કરો. તેનાથી યુરિન ઇન્ફેક્શનથી ફાયદો થશે.