Not Set/ આજે જ ટ્રાય કરો આ ટામેટા માંથી બનતી પચડી રેસીપી…

સામગ્રી 1 મોટો ટમેટો 1 કપ તાજું દહીં , જેરી લીધેલું 2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું (સ્વાદાનુસાર) 2 ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા કોઇ પણ રીફાઇન્ડ તેલ 1 ટીસ્પૂન રાઇ એક ચપટીભર હીંગ 8 થી 10  કડી પત્તા 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર (સજાવવા માટે) બનાવવાની રીત એક વાસણમાં પાણી ઉકાળી લો પછી તેમાં ટમેટો ઉમેરી મધ્યમ તાપ પર 10 મિનિટ સુધી કે પછી જ્યાં સુધી ટમેટો […]

Food Lifestyle
llll આજે જ ટ્રાય કરો આ ટામેટા માંથી બનતી પચડી રેસીપી...

સામગ્રી

1 મોટો ટમેટો
1 કપ તાજું દહીં , જેરી લીધેલું
2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું (સ્વાદાનુસાર)
2 ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા કોઇ પણ રીફાઇન્ડ તેલ
1 ટીસ્પૂન રાઇ
એક ચપટીભર હીંગ
8 થી 10  કડી પત્તા
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર (સજાવવા માટે)

બનાવવાની રીત

એક વાસણમાં પાણી ઉકાળી લો પછી તેમાં ટમેટો ઉમેરી મધ્યમ તાપ પર 10 મિનિટ સુધી કે પછી જ્યાં સુધી ટમેટો બફાઇને નરમ થાય ત્યાં સુધી બાફીને બાજુ પર મૂકી રાખો.

ટમેટો જ્યારે ઠંડો થઇ જાય ત્યાર પછી તેની છાલ કાઢીને ફોર્ક (fork) વડે હળવેથી છુંદીને બાજુ પર મૂકી રાખો.તે પછી તેમાં દહીં, લીલા મરચાં અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

હવે વઘાર તૈયાર કરવા માટે, એક નાના પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો. જ્યારે દાણા તતડવા લાગે, ત્યારે તેમાં હીંગ અને કડીપત્તા મેળવી થોડી સેકંડ સુધી સાંતળી લો.

આમ તૈયાર થયેલા વઘારને ટમેટા-દહીંના મિશ્રણ પર નાખીને સારી રીતે મિક્સ કરી કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.