ઠંડીની સિઝનમાં આપણી ડાયઝેશન સિસ્ટમ ધીમી પડી જાય છે. પાણી ઓછુ પીવાને કારણે શરીર પણ ડિહાઇડ્રેટ થવા લાગે છે. એવામાં બીમાર પડવાની સંભાવના ખુબજ વધી જાય છે. હેલ્થ એક્સપર્ટસ કહે છે કે શિયાળામાં કેટલીક વસ્તુઓ ખાલી પેટ ખાવાથી હેલ્થ તો સારી રહે જ છે.. સાથે-સાથે આખો દિવસ સ્ફૂર્તિમય પસાર થાય છે. માટે આપણે ઠંડીમાં ખાલી પેટ નિયમિત રીતે આ વસ્તુઓનુ સેવન કરવું જોઇએ.
પપૈયું.
પપૈયુ આપણા આંતરડા માટે ખુબજ સારુ માનવામાં આવે છે. તે પેટની ઘણી સમસ્યાઓને દુર કરે છે. ખાલી પેટ ખાનારા લોકો માટે પપૈયુ એક સુપરફૂડ છે. પપૈયુ દરેક સિઝનમાં અને દરેક જગ્યાએ જોવા મળે છે. આને આપ આસાનીથી આપના બ્રેકફાસ્ટમાં શામેલ કરી શકો છો.. તે કોલસ્ટ્રોલ ઓછું કરે છે. હૃદય સંબંધિત બીમારીઓને દુર કરે છે. અને વજન પણ ઘટાડે છે..
નવશેકા પાણી સાથે મધ
ઠંડીના સિઝનમાં દિવસની શરૂઆત નવશેકા પાણી અને મધ સાથે કરો. મધમાં મિનરલ્સ, વિટામીન, ફેલેવોનોઇડ્સ અને એંજાઇમ ભરપૂર માત્રામાં હોય છે. તે આંતરડાને સાફ રાખે છે. મધ નવશેકા પાણીમાં મેળવી પીવાથી તમામ વિષયુક્ત પદાર્થો શરીરની બહાર નીકળી જાય છે…આ ઉપરાંત તે વજન ઘટાડવામાં પણ ખુબજ કારગત માનવામાં આવે છે.
ઓટમીલઃ
ઓટમીલથી વધારે સારો બ્રેકફાસ્ટ બીજો કોઇ ન હોઇ શકે.. જો આપ ઓછી કેલેરી અને પોષક તત્વોથી ભરેલું કંઇક ખાવ માંગો છો તો ઓટમીલ ખાઓ. તે શરીરમાંથી વિષયુક્ત પદાર્થોને બહાર કાઢે છે, અને આંતરડાને સ્વસ્થ રાખે છે. ઓટમીલ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, અને વજન કંટ્રોલમાં રહે છે.
પલાળેલી બદામ
બદામમાં મેગનીજ, વિટામીન ઇ, પ્રોટીન, ફાયબર, ઓમેગા-3 અને ઓમેગા-6 ફૈટી એસિડ જોવા મળે છે..બદામને હમેંશા રાત્રે પલાળીને સવારે ખાવી જોઇએ. બદામની છાલમાં ટેનિન હોય છે.. જે શરીરમા પોષકતત્વોના અવશોષણને રોકે છે. બદામને પલાળ્યા પછી તેની છાલ ખુબજ આસાનીથી નીકળી જાય છે. બદામ પોષણ આપવાની સાથે શરીરને ગરમ પણ રાખે છે.
પલાળેલી અખરોટ
બદામની જેમ જ અખરોટ પણ પલાળીને ખાવાથી ખુબજ ફાયદો થાય છે. દિવસની શરૂઆત રાત્રે પલાળેલા અખરોટ ખાવાથી કરો.પલાળેલી અખરોટમાં પોષક તત્વો વધુ માત્રામાં હોય છે. 2થી 5 અખરોટ રાત્રે પલાળી દઇ સવારે ખાલી પેટ ખાઇ લેવાથી ખુબ ફાયદો થશે
ડ્રાય ફ્રૂટ્સ
સવારે નાસ્તો કરતા પહેલા એક મુઠ્ઠી સુકો મેવો ખાવો હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે. આનાથી પાચનતંત્ર તો સુધરે જ છે સાથે પેટના પીએચ સ્તરને પણ સામાન્ય કરવામાં મદદ કરે છે. આપના ડેઇલી ડાએટમા કિસમિસ, બદામ અને પિસ્તા શામેલ કરો. પરંતુ ધ્યાન રાખજો તેનું વધુ પડતી માત્રામાં સેવન ન કરતા, નહીતંર શરીર પર રેસીઝ થઇ શકે છે