Crime/ MLAને અપમાનિત કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં કરાઇ પોસ્ટ, અજાણ્ય શખ્સ વિરૂધ નોંધાઈ ફરિયાદ

મહીસાગરનો વાઘ બબન નામક ફેસબુક એકાઉન્ટ પરથી આ પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં ધારાસભ્યને હપ્તાખોર કહેવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
મહીસાગર MLAને અપમાનિત કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં કરાઇ પોસ્ટ, અજાણ્ય શખ્સ વિરૂધ નોંધાઈ ફરિયાદ
  • અપમાનિત કરતી પોસ્ટ ફેસબુક પર કરાઈ
  • મહીસાગર-લુણાવાડાના MLA સામે પોસ્ટ
  • અજાણ્ય શખ્સ વિરૂધ નોંધાઈ ફરિયાદ
  • બબન નામકના ફેસબુક એકાઉન્ટથી પોસ્ટ કરાઈ

મહીસાગર-લુણાવાડાના ધારાસભ્યને અપમાનિત કરવાના હેતુથી ફેસબુક પર પોસ્ટ કરનાર અજાણ્યા શખ્સ વિરૂધ લુણાવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મહીસાગરના બબન નામક ફેસબુક એકાઉન્ટ પરથી ધારાસભ્ય વિરૂધ પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યુ હતું કે, ધારાસભ્ય હપ્તાખોર હોવાની પોસ્ટ કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા ભાજપના બે મહામંત્રી  વિરુધ્ધ પણ  પોસ્ટ કરવામાં આવી છે. આ મામલે પોલીસે સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે, મહીસાગરનો વાઘ બબન નામક ફેસબુક એકાઉન્ટ પરથી આ પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં ધારાસભ્યને હપ્તાખોર કહેવામાં આવ્યા છે. સાથે જિલ્લા ભાજપના બે મહામંત્રી વિરુદ્ધ પણ પોસ્ટ કરવામાં આવી છે. લુણાવાડા નગર પાલિકાના વૉર્ડનું 7 ના કોર્પોરેટર દક્ષેશભાઈ પટેલિયા દ્વારા પોસ્ટ કરનાર અજાણ્યાં ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં તમામ રાજકીય પક્ષો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. અને તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે.

પૌરાણિક કથા / ખરમાસમાં ઘોડાને સ્થાને ગધેડા સૂર્યદેવનો રથ હંકારે છે, ખૂબ જ રસપ્રદ છે કથા 

મહાભારત / અભિમન્યુ કયા ભગવાનનો અવતાર હતો, જન્મ પહેલાં જ તેનું મૃત્યુ કેમ નક્કી થઈ ગયું?

હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો