સૌરાષ્ટ્રના દરિયા કિનારા રાજુલાના પીપાવાવ પોર્ટ પરથી દેશની સૌપ્રથમ ઇલેક્ટ્રીક માલગાડીને લીલીઝંડી આપવામાં આવી છે. જેથી આજથી પીપાવાવ પોર્ટ પરથી દેશની સૌપ્રથમ ઇલેક્ટ્રિક માલગાડી જોધપુરના પાટા પર દોડી હતી.
આ પણ વાંચો :બોની કપૂરે ચાહકોને ભેટ આપી,વાલીમાઈ સ્ક્રીન પર જાણો ક્યારે રિલીઝ થશે
રાજુલાના દરિયાકાંઠે પીપાવાવ પોર્ટ સુધી રેલવેના વિદ્યુતિકરણનુ કામ લાંબા સમયથી ચાલતુ હતુ. જે પુર્ણ થતા જ આજ રોજ પ્રથમ વખત પીપાવાવ પોર્ટથી જોધપુર સુધી પ્રથમ ઇલેકટ્રીક માલગાડીને દોડાવામાં આવી હતી. દેશમા સૌપ્રથમ પીપાવાવ પેાર્ટમા આવી સુવિધા ઉભી કરાઇ છે.
આ પણ વાંચો :મધમાખી કરડવા પર અપનાવો આ ઘરેલું નુસખાઓ, દુખાવા અને સોજામાંથી મળશે રાહત
ભાવનગર ડિવીઝનના સૂત્રોએ જણાવ્યું હતુ કે 21મી સપ્ટેમ્બરના રોજ પીપાવાવ પોર્ટથી પહેલી ઇલેકટ્રીક ટ્રેન ચલાવવામા આવી હતી. જે એક મોટી ઉપલબ્ધિ છે. ઓવરહેડ ઇકવિપમેન્ટની સુવિધા ધરાવનાર પીપાવાવ પોર્ટ ભારતનુ પહેલુ પોર્ટ છે. આ ઉપરાંત પોર્ટનુ ક્ધટેઇનર ઓપરેટર તરીકે ભાવનગર ડિવીઝન સાથે જોડાણ થયુ છે. ઇલેકટ્રીક માલગાડીની આજે પહેલી રેક જોધપુર રવાના કરાઇ હતી. આ રેલ ટ્રેકના વિદ્યુતિકરણથી માલનુ પરિવહન ઝડપી બનશે અને ઇંધણની પણ બચત સાથે થશે. આ ટ્રેક પર્યાવરણની દ્રષ્ટિએ પણ ફાયદારૂપ બનશે.
આ પણ વાંચો :આધુનિક પ્લેટફોર્મ પર ડિજિટલ માર્કેટિંગની કારકિર્દી