કોરોના સંક્રમણ/ રાજકોટમાં કોરોના બ્લાસ્ટ : એક બિલ્ડિંગના 10 લોકો થયા કોરોના સંક્રમિત,આજના દિવસનો આંકડો થયો આટલો

રાજ્યના પાણીદાર મુખ્યમંત્રી રૂપાણીના માદરે વતન રાજકોટ શહેરમાં કોરોના એ માઝા મૂકી છે, રોજીંદા કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કોરોના પર નિયંત્રણ મેળવવામાં તંત્ર નિષ્ફળ બની રહ્યું છે.

Gujarat Rajkot
copper height rajkot રાજકોટમાં કોરોના બ્લાસ્ટ : એક બિલ્ડિંગના 10 લોકો થયા કોરોના સંક્રમિત,આજના દિવસનો આંકડો થયો આટલો

રાજ્યના પાણીદાર મુખ્યમંત્રી રૂપાણીના માદરે વતન રાજકોટ શહેરમાં કોરોના એ માઝા મૂકી છે, રોજીંદા કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કોરોના પર નિયંત્રણ મેળવવામાં તંત્ર નિષ્ફળ બની રહ્યું છે. એટલું જ નહીંઆજે બપોર સુધીમાં નવા 45 કેસ નોંધાયા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સાધુ વાસવાણી રોડ પર આવેલા કોપર હાઇટ્સ એપાર્ટમેન્ટમાં એકસાથે 3 પરિવારના 10 લોકો કોરોના સંક્રમિત બન્યા છે.આ ઘટનાના પગલે તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

એક જ બિલ્ડિંગમાં રહેતા લોકો એકસાથે સંક્રમિત થતાંનાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠડો સહિતના અધિકારીઓ દોડી ગયા છે. મનપાની આરોગ્ય ટીમ દ્વારા 140 ફ્લેટ ધારકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ બિલ્ડિંગના અન્ય રહેવાસીઓને સંક્રમણ ન લાગુ પડે તે માટે તંત્ર દ્વારા ખાસ પગલાં ફરવા માટે તાબડતોબ અધિકારીઓને ઘટનાસ્થળ પરદોડાવવામાં આવ્યા હતા.તેમજ રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા આરોગ્ય અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક મળી હતી. જેમાં કોરોના ટેસ્ટિંગ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. 150 ફૂટ રિંગ રોડ પર 2 ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવશે. બસપોર્ટ અને રેલવે સ્ટેશન પર સ્ક્રિનિંગ વધારવામાં આદેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના સત્તાવાર સૂત્રો પાસેથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજકોટમાં હાલ અલગ અલગ હોસ્પિટલમાં 324 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે 67 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાત્રી કર્ફ્યૂ શરૂ થયાના દસ જ મિનિટ બાદ જ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી જરૂરી કામ વગર બહાર નીકળેલા 64 લોકો સામે જાહેરનામાનો ભંગ કરવા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ ઉપરંત રાત્રિ કર્ફ્યુનું પાલન કરી લોકોને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઘરની બહાર નિકળવા પોલીસે અપિલ પણ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…