Political/ CM રૂપાણીનાં રાજીનામા બાદ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ તીખા શબ્દોમાં આપી પ્રતિક્રિયા

મુખ્યમંત્રી રૂપાણી શનિવારે બપોરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યાં હતા અને તેમણે રાજીનામું આપ્યું હતું. જે બાદથી ગુજરાતનાં નવા મુખ્યમંત્રીને લઇને ચર્ચાઓ તેજ થઇ ગઇ છે.

Top Stories Gujarat Others
1 175 CM રૂપાણીનાં રાજીનામા બાદ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ તીખા શબ્દોમાં આપી પ્રતિક્રિયા

ગુજરાતનાં મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદથી રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ઘણા લોકો તેને 2022 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી લેવાલો નિર્ણય માને છે. જો કે હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને પણ ચર્ચાઓનો દૌર શરૂ થઇ ગયો છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ CM વિજયભાઇ રૂપાણીનાં રાજીનામા પર પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યુ છે.

આ પણ વાંચો – કોણ હશે આગામી મુખ્યમંત્રી ? /  કેન્દ્રના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા રૂપાલા પર કેમ ઢોળવામાં આવી શકે પસંદગીનો કળશ

આપને જણાવી દઇએ કે, મુખ્યમંત્રી રૂપાણી શનિવારે બપોરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યાં હતા અને તેમણે રાજીનામું આપ્યું હતું. જે બાદથી ગુજરાતનાં નવા મુખ્યમંત્રીને લઇને ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. આ વચ્ચે ગુજરાતનાં બે યુવા ચહેરા અને તાજેતરમાં ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કર્યુ છે. હાર્દિક પટેલે ટ્વિટ કરતા કહ્યું, મુખ્યમંત્રીનું રાજીનામું ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનો નિર્ણય છે. પરંતુ વાસ્તવિક પરિવર્તન આવતા વર્ષે ચૂંટણી પછી આવશે, જ્યારે લોકો ભાજપને સત્તામાંથી ઉથલાવી દેશે. આ સિવાય તેમણે વધુમાં લખ્યુ કે, ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું રાજીનામાંથી એ નક્કી થઈ ગયું છે કે ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવા માટે નિષ્ફળ સાબિત થઈ છે. કોરોનાકાળમાં ઓક્સિજનની અછતથી મોત, લાશોના ઢગલા, શ્મસાનમાંથી આવતી ભયંકર તસવીરોથી સમગ્ર વિશ્વમાં ગુજરાતની છબી ખરાબ થઈ છે. સતત વધતી મોંઘવારી, વેપારીઓ પર આવેલા સંકટ, યુવાનોમાં વધતી બેરોજગારી, બંધ થતા ઉદ્યોગોથી રાજ્યના લોકો મુશ્કેલીમાં છે. દિલ્હીના રિમોર્ટ કન્ટ્રોલથી ચાલતી ગુજરાત સરકાર આમ ક્યાં સુધી પોતાની નિષ્ફતા છુપાવતી રહેશે? ગુજરાતમાં વર્ષ 2014 બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી બદલવાની પરિસ્થિતિ અમારા આંદોલનના કારણે આવી હતી અને હવે એક વખત ફરી જનતાની ભારે નારાજગી બાદ મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે.પરંતુ સાચુ પરિવર્તન આગામી વર્ષે ચૂંટણી બાદ આવશે, જ્યારે લોકો ભાજપને સત્તામાંથી દૂર કરશે.

https://twitter.com/HardikPatel_/status/1436686661937610756?s=20

આ ઉપરાંત જીગ્નેશ મેવાણીએ ટ્વીટમાં આજતકની એક ક્લિપ શેર કરતા કહ્યુ કે, ભાજપે વિજય રૂપાણીને તેના ચૂંટણીલક્ષી લાભ માટે દૂર કર્યા છે, ગુજરાતની જનતાને બરબાદ કરવા માટે નહીં! જ્યારે લોકો કોરોનામાં મરી રહ્યા હતા ત્યારે રૂપાણી સરકારનું પેટનું પાણી હલતું નહોતું! ચહેરો બદલવાથી પાપ ધોવાતા નથી. જીગ્નેશ મેવાણીએ સ્પષ્ટ રીતે ગુજરાતમાં ભાજપની સરકારને કોરોનાની બીજી લહેરમાં અસફળ ગણાવી છે.

આ પણ વાંચો – કોણ હશે આગામી મુખ્યમંત્રી ? /  મુખ્યમંત્રી તરીકેની રેસમાં મનસુખ માંડવિયાનું નામ સૌથી આગળ

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સમય માંગી તેમને મળવા માટે પહોચ્યાં હતા. મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે બેઠકમાં વિજયભાઈ રૂપાણીએ રાજીનામું સુપ્રત કર્યું હતું. જો કે રાજ્યપાલના જણાવ્યા અનુસાર નવા મુખ્યમંત્રીની જાહેરાત નાં થયા ત્યાં સુધી વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહશે.