કોણ હશે આગામી મુખ્યમંત્રી ? / મુખ્યમંત્રી તરીકેની રેસમાં મનસુખ માંડવિયાનું નામ સૌથી આગળ

સ્વભાવે સરળ અને સહજ મનસુખ માંડવિયા એક આદર્શ સમાજસેવક તરીકે જાણીતા છે.  મળેલી જવાબદારી તેઓ પૂરા ખંતથી નિભાવે છે. સતત જમીન પર રહેનારા અને લોકસંપર્ક ધરાવતા નેતા છે.

વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું, ત્યારે હવે પછી કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને લોકોમાં ચર્ચાઓ થવા લાગી છે. તો ભાજપ કાર્યાલયમાં બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી તરીકે જે સંભવિત નામો  છે તેમાંથી એક નામ મનસુખ માંડવિયાનું નામ સૌથી આગળ છે.

ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી વિજય રૂપાણીના ઓચિંતા રાજીનામા બાદ હવે શું થશે એ સૌથી મોટો પ્રશ્ન છે. અમદાવાદમાં સરદારધામમાં યોજાયેલા કાર્યક્રમ બાદ જે રીતે ઘટનાઓ બની તેને જોતાં પાટીદાર નેતા ગુજરાતના નવા મુખ્યમંત્રી બને એ લગભગ નક્કી છે. ત્યારે આવા નેતાઓમાં મનસુખ માંડવિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

અત્યારે તેઓ કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. સ્વભાવે સરળ અને સહજ મનસુખ માંડવિયા એક આદર્શ સમાજસેવક તરીકે જાણીતા છે.  મળેલી જવાબદારી તેઓ પૂરા ખંતથી નિભાવે છે. સતત જમીન પર રહેનારા અને લોકસંપર્ક ધરાવતા નેતા છે. કોરોના મહામારી દરમિયાન ગુજરાત ભાજપમાં સરકારની છબિ બગડે નહીં એ માટે ઘણીખરી કામગીરી માંડવિયાએ પાર પાડી હતી.

આ સિવાયના અન્ય કારણોની વાત કરીએ તો

મનસુખ માંડવિયા વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ ગણાય છે. લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર-એમ બંને સમાજમાં તેઓ સૌથી વધુ લોકપ્રિય છે. એક કૂનેહપૂર્ણ પાટીદાર નેતા છે. એક પ્રામણિક નેતા તરીકેની માંડવિયા છબિ ધરાવે છે.માત્ર પાટીદાર સમાજ જ નહીં પણ  સમાજના અન્ય વર્ગોમાં પણ તેમની લોકપ્રિયતા છે. .આ બધા કારણોને જોતાં મુખ્યમંત્રી તરીકેની રેસમાં મનસુખ માંડવિયાનું નામ સૌથી આગળ છે.

વર્ષ 2016નું પુનરાવર્તન થશે ..? / અગાઉ પણ બે વખત મુખ્યમંત્રી પદની રેસમાંથી નીતિન પટેલનું પત્તુ કપાઈ ચુક્યું છે, આ વખતે શું થશે ?

રણનીતિ / ગુજરાતમાં ભાજપ આગામી ચૂંટણી જીતવા માટે આ રણનીતિ અપનાવી શકે છે

News / અડધી પીચે રમવા આવેલા વિજય રૂપાણીના રાજીનામાં પાછળના શું છે મુખ્ય કારણો?

પ્રતિક્રિયા / વિજયભાઈનું રાજીનામુ લેવાથી સરકાર પોતાની નિષ્ફળતા નહીં છુપાવી શકે : અમિત ચાવડા

ગુજરાત રાજકીય / ભાજપે બોલાવી ધારાસભ્યની બેઠક બોલાવી, કોણ બનશે ગુજરાતના નવા નાથ ?


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment